અરવલ્લી: આ અંગે વિગત આપતા જિલ્લા આરોગ્ય અધિકારી આશિષ નાયકે જણાવ્યું હતું કે, જિલ્લામાં કોરોના પોઝિટિવના દર્દીઓની સંખ્યા 110 સુધી પહોંચી ગઇ છે. ત્યારે અન્ય જિલ્લાઓમાંથી આવતા અને પડોશી રાજ્ય રાજસ્થાનમાંથી મંજૂરી લઇને આવતા પ્રવાસીઓના આરોગ્યની ચકાસણી કરવી ખૂબ જરૂરી બની જાય છે, જેને લઇ અરવલ્લી અને રાજસ્થાનને જોડતી રતનપુર સરહદ પર આરોગ્યની ટીમ રાઉન્ડથી કલોક કાર્યરત રહે છે.
અરવલ્લીની રતનપુર સરહદે 400 લોકોનું હેલ્થ સ્ક્રિનિંગ કરાયું - news in Aravalli
અરવલ્લી જિલ્લામાં કોરોનાનો વ્યાપ વધતા જિલ્લાની સરહદો પર ચેંકિંગ વ્યવસ્થા વધુ સઘન બનાવાઇ છે. ત્યારે લોકડાઉનના ચોથા તબક્કામાં રાજય સરકાર દ્વારા જિલ્લાની અંદર તેમજ આવશ્યક સેવાઓ સાથે જોડાયેલ ટ્રાન્સપોર્ટની સેવાઓ શરૂ કરાતા ગુજરાત અને રાજસ્થાનને જોડાતા અરવલ્લીની સરહદે લોકોનું સ્ક્રિનિંગ હાથ ધરવામાં આવ્યું છે.
અરવલ્લી
જેમાં સોમવારના રોજ રતનપુર બોર્ડર પર 247 વાહનોએ જિલ્લામાં પ્રવેશ કર્યો હતો. જેમાં રાજસ્થાન અને અન્ય પ્રાંતના 82 તેમજ ગુજરાત રાજય આસપાસના જિલ્લાઓમાંથી 165 લોકોએ મંજૂરી સાથે પ્રવેશ મેળવ્યો હતો. આ તમામ 400 લોકોનું આરોગ્યની 17 ટીમો દ્વારા હેલ્થ સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું.