- જૂનાગઢના કેશોદથી ઇ-લોન્ચિંગ કરાયું
- મુખ્યપ્રધાન વિજય રૂપાણીના વરદ્દ હસ્તેઇ-લોન્ચિંગ
- સાંસદ રમીલાબેન બારાની અધ્યક્ષતામાં યોજાયેલો કાર્યક્રમ
મોડાસા-અરવલ્લી : અરવલ્લી જિલ્લાના મોડાસા અને ભિલોડા ખાતે બુધવારના રોજ રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારાની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો . આ પ્રસંગે રમીલાબેને લાભાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, મુખ્યપ્રધાન વિજય રૂપાણીના વરદ હસ્તે જૂનાગઢના કેશોદથી ઇ-લોન્ચિંગ કર્યુ હતું. જેમાં રાજ્યના 101 તાલુકામાં 50 લાખ પરિવારોને અન્ન સલામતી કાયદા હેઠળ આવરી લેવામાં આવશે.
53,440 લાભાર્થીઓને મળી યોજના
જે અંતર્ગત અરવલ્લી જિલ્લામાં 53,440 લાભાર્થીઓને આ યોજના હેઠળ લાભ મળશે. જેમાં બાંધકામ શ્રમિકો, દિવ્યાંગ લાભાર્થીઓ,વૃદ્ધ પેન્શન મેળવતા લાભાર્થીઓ,વિધવા સહાય મેળવતી ગંગા સ્વરૂપ બહેનો અને અન્ય લાભાર્થીઓને આવરી લેવામાં આવ્યા છે. આ યોજનામાં ગરીબી રેખાથી નીચે આવતા અને એલ.એન.એ.એફ.એસ ના કાર્ડધારકોને પણ આવરી લેવામાં આવ્યા છે.
કોરોના કાળમાં “વન રેશન, વન નેશન” નો કાયદો લાવી ગરીબોને મફત અનાજ પુરૂ પાડવામાં આવ્યુ છે : રમીલાબેનરમીલાબેન બરાએ જણાવ્યું હતું કે, કોરોના જેવી મહામારીમાં સરકારે “વન રેશન, વન નેશન” નો કાયદો લાવીને અનેક રાજ્યોમાં રહેતા પરપ્રાંતિયોને પણ અનાજ પૂરું પાડ્યું હતું, અને મહામારીમાં દેશનો કોઈ નાગરિક ભૂખ્યોના રહે તેની ચિંતા કરી હતી, અને સાત માસ સુધી મફત અનાજ પૂરું પાડવામાં આવ્યું હતું. આ સિવાય પણ સરકારે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. તેનો લાભ દરેકે લેવો જોઈએ અને તેને સમજવાનો પ્રયાસ પણ કરવો જોઈએ. ગ્રામ્ય સ્તરે પંચાયતોમાં ૨૪ જેટલી યોજનાઓને ઓનલાઇન કરી યોજનાનો લાભ લેવાની સુલભતા કરી આપી છે.
ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યાઆ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર અમૃતેશ ઔરંગાબાદકર, જિલ્લા શિક્ષણાધિકારી ગાયત્રી બેન પટેલ,પ્રાંત અધિકારી મયંક પટેલ, પુરવઠા અધિકારી, મામલતદાર અગ્રણી રાજુભાઇ પટેલ ,સહિત લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.