ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લીના નવા લાઈસન્સ એપ્લાયર્સ માટે ગુડ ન્યુઝ... - લાઈસન્સ

અરવલ્લી જિલ્લાની RTO કચેરીમાં વર્ષો જૂની માગને લઈને ડ્રાઈવિંગ ટેસ્ટની સુવિધા શરૂ કરવામાં આવી છે. અરજદારોએ હવે ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા માટે સાબરકાંઠા જિલ્લાના મુખ્યમથક હિંમતનગર સુધી ધક્કો નહીં ખાવો પડે.

a good news for new licence appliers of Aravalli, know what reason
અરવલીના નવા લાઈસન્સ એપ્લાયર્સ માટે ગુડ ન્યુઝ...

By

Published : Feb 28, 2020, 5:17 PM IST

અરવલ્લીઃ જિલ્લાનું સાબરકાંઠામાંથી વિભાજન થયા બાદ મોટાભાગની સરકારી કચેરીઓની સ્થાપના કરી દેવામાં આવી છે, અને આ સાથે નવીન RTO કચેરી પર સ્થાપવામાં આવી પણ ડ્રાઈવિંગ ટેસ્ટની મંજૂરી મળી ન હતી, જોકે પાંચ વર્ષના લાંબા સમયગાળા બાદ આખરે અરવલ્લી RTO કચેરી ખાતે ડ્રાઈવિંગ ટેસ્ટની મંજૂરી મળી છે.

અરવલ્લીના નવા લાઈસન્સ એપ્લાયર્સ માટે ગુડ ન્યુઝ...

અરવલ્લીના મોડાસામાં ડ્રાઈવિંગ ટેસ્ટની મંજુરી મળી જતા, હવે અરજદારોને સાબરકાંઠા હિંમતનગર સુધી ધક્કો થવું નહીં પડે. લાઈસન્સધારકોને કાચુ લાઈસન્સ જિલ્લાની પ્રાદેશિક કચેરીમાંથી મળી જતું હતું, પણ ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા માટે 50 કિમી દૂર હિંમતનગર સુધી જવાનો વારો આવતો હતો. જેને લઈને રજદારોના સમય અને નાણાંનો વ્યય થતો હતો, પણ હવે જનતાને ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા માટે સાબરકાંઠા સુધી જવું નહીં પડે, આ સમાચાર સાંભળી અરજદારોમાં ખુશી વ્યાપી ગઈ છે.

આ મંજૂરી મળ્યાની જેટલી ખુશી અરજદારોના ચહેરા પર છે, તેના કરતાં બમણી ખુશી નેતાઓને જશ ખાટવામાં છે. મંજૂરી મળતાની સાથે જ સોશિયલ મીડિયા પર ફોટો શેર કરવાનો મારો ચલાવવામાં આવ્યો હતો, જેમાં નેતાએ પોતાની રજૂઆતના કારણે ટ્રેક શરૂ કરવાની મંજુરી મળી હોવાનો દાવો કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details