અરવલ્લી: માલપુર તાલુકામાં 14 ઓગસ્ટની રાત્રીએ મહિલા સાથે આડા સબંધ બાબતે વિક્રમ પગી અને મનુ પગી નામના બે પિતરાઈ ભાઈઓની હત્યા કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં ગામના બાબુ રામાભાઈ પગી ઉપરાંત, તેના ભાઈ અને અન્ય ત્રણ શખ્શોએ ભેગા મળી ગામની સીમમાં 2 ભાઈઓની હત્યા કરી હોવાનું ખુલ્યું હતું.
અરવલ્લીના માલપુરમાં થયેલા ડબલ મર્ડર કેસમાં પાંચમો આરોપી ઝડપાયો - fifth accused was arrested in aravalli
અરવલ્લી જિલ્લાના માલપુરના હેલોદર ગામે લગ્નેતર સંબંધોને લઇને થયેલા ડબલ મર્ડરમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ પાંચમાંથી ચાર આરોપીને ઝડપી પાડયા હતા. જો કે, એક આરોપી ફરાર હોવાથી પોલીસે ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા હતા. જે આજે પોલીસના હાથે ઝડપાયો છે. પોલીસે આ તમામ આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
અરવલ્લીના માલપુરમાં થયેલા ડબલ મર્ડર કેસમાં પાંચમો આરોપી ઝડપાયો
પોલીસે બંને યુવકોની હત્યાનો ભેદ ગણતરીના કલાકમાં જ ઉકેલીને ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જ્યારે પાંચમો આરોપી દેવદાંતીનો વિજય ઉર્ફે ભુરા ખાંટ નામનો હત્યારો ફરાર થઇ ગયો હતો. ડબલ મર્ડર કેસના તમામ આરોપીઓને ગણતરીના દિવસોમાં ઝડપી પાડવામાં જિલ્લા પોલીસે સફળતા મેળવી છે.