- ગાજણ ગામમાં એક પરિવારે આત્મહત્યા કરી જીવન ટુંકાવ્યું
- આર્થિક સંકળામણના પગલે આપઘાત કરી હોવાનું અનુમાન
- આપઘાતથી સમગ્ર પંથકમાં અરેરારી ફેલાઇ
અરવલ્લીઃજિલ્લાના મોડાસા તાલુકાના ગાજણ ગામે એક દંપતિ અને બે બાળકોની ગામના ભાગોળે આવેલ ઝાડ પર લટકતા મૃતદેહ જોઇ હડકંપ મચ્યો હતો. એક પરિવારના બે બાળકો સાથે દંપતીના સામુહિક આપઘાતથી સમગ્ર પંથકમાં અરેરારી ફેલાઇ હતી. પ્રાથમિક અનુમાન મુજબ બે બાળકોને ગળેફાંસો ખવડાવી દંપતીએ પણ જીવન ટૂંકાવ્યું હોવાનું માનવામાં આવે છે. દંપતિએ આર્થિક સંકળામણના પગલે આપઘાત કરી હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યુ છે.