- મોડાસા ગામના ખેડુતો અને પશુપાલકોની હાલત કફોડી
- કોંગ્રેસે ખેડુતો માટે સાબર ડેરી પાસે માગી મદદ
- APMC બંધ હોવાને કારણે ખેડુતો પાક નથી વેચી શકતા
અરવલ્લી: કોરોના વાઈરસ ફેલાવો ગામડાઓમાં વધી રહ્યો છે. ખેડુતો અને પશુપાલકો પણ મહામારી ચપેટમાં આવી રહ્યા છે. આ સંજોગોમાં ખેડુતો તેમજ પશુપાલકોને ઇલાજ માટે નાણાંની ખુબ જ જરૂર ઉભી થઇ છે. તેથી, અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રવક્તાએ સાબર ડેરીના ચેરમેનને આવેદન પત્ર આપી ખેડુતો અને પશુપાલકોને નાણાંકિય મદદ કરવાની રજુઆત કરી હતી.
ભાવ વધારો એડવાન્સ તેમજ એક પગાર વધારે આપવાની માગ
સમગ્ર ગુજરાતમાં દિનપ્રતિદિન કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. સેફ ઝોન કહેવાતા ગામડાઓ પણ કોરોનાથી બચી શક્યા નથી, જેના પગલે ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો અને પશુપાલકોની હાલત કફોડી બની છે.આ પરિસ્થિતિમાં અરવલ્લી જિલ્લા કોંગ્રેસ દ્વારા સાબર ડેરીના ડિરેકટરને આવેદનપત્ર આપી પશુપાલકોને આપવામાં આવતો વાર્ષિક ભાવ વધારો અને ચાલુ વર્ષે મે મહિનામાં એડવાન્સ ચુકવવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી. આ ઉપરાંત કોરોનાના કપરા કાળમાં લોકોનું જીવનનિર્વાહ કરવું અઘરું બન્યું છે.