અરવલ્લી: કોરોના મહામારીમાં લોકડાઉનને પગલે અનેક લોકો બેરોજગાર થયા છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા આત્મનિર્ભર યોજના હેઠળ લોન સહાય આપવામાં આવી રહી છે. જે અંતર્ગત અરવલ્લી જિલ્લાના મોડાસાની શ્રીનાથ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી દ્વારા આત્મનિર્ભર સહાય યોજનાના લાભાર્થીઓને 8 લાખ રૂપિયાના ચેક આપવામાં આવ્યા હતા.
મોડાસાની શ્રીનાથ કો.ઓ. ક્રેડીટ સોસાયટી દ્વારા આત્મનિર્ભર યોજના અંતર્ગત ચેકવિતરણ કરાયું - મોડાસાની શ્રીનાથ કો.ઓ. ક્રેડીટ સોસાયટી
કોરોના વાઇરસના પગલે સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. જેના કારણે અનેક લોકો બેરોજગાર થયા છે. ત્યારે આ પરિસ્થિતિમાં આર્થિક મુશ્કેલી અનુભવી રહેલા નાના વેપારીઓ તેમજ મધ્યમવર્ગીય વ્યક્તિઓ તથા શ્રમિક વર્ગ માટે વ્યાજ સહાય યોજના જાહેર કરવામાં આવી હતી.
મોડાસાની શ્રીનાથ કો.ઓ. ક્રેડીટ સોસાયટી દ્વારા આત્મનિર્ભર યોજના અંતર્ગત ચેકવિતરણ કરાયું
જે અંતર્ગત શ્રીનાથ કોઓપરેટીવ ક્રેડિટ સોસાયટી દ્વારા આ યોજનાનું અમલીકરણ કરી આઠ લાખ રૂપિયાની રકમના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.
જેમાં અરવલ્લી જિલ્લા રજિસ્ટ્રાર એસ.પી ચૌહાણ અને મંડળીના ચેરમેન સુરેન્દ્રભાઇ જે શાહ, ચેરમેન મુકેશભાઈ આજા મેનેજિંગ ડાયરેક્ટર પરેશભાઈ મહેતા તથા હિરેનભાઈ એ શાહના હસ્તે લાભાર્થીઓને ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.