- મેઘરજના ડોરીયા ગામે લગ્ન પ્રસંગમાં 50 કરતા વધુ લોકો એકઠા થયા
- લગ્નમાં હાજર લોકોએ પોલીસ પર હુમલો કર્યો
- પોલીસે 100 લોકોના ટોળા સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી
અરવલ્લી : કોરોના વાઈરસનો ફેલાવો અટકાવવા માટે રાજ્ય સરકારે લગ્નપ્રસંગો માટે ગાઇડલાઇન નક્કી કરી છે. જેમાં લગ્ન સમારહો માટે 50 લોકોથી વધુની હાજરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ નિયમની અમલવારી કરવવા માટે પોલીસતંત્ર લગ્નપ્રસંગો પર સતત વોચ રાખી રહ્યુ છે. અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ડોરીયા પંચાલ ગામે, લગ્નપ્રસંગમાં સરકારી ગાઇડલાઇન કરતા વધારે લોકો એકઠા થતા પોલીસ તપાસમાં પહોંચી હતી. પોલીસ જોઈ લગ્નની મજા માણતા લોકો ઉશ્કેરાઈ ગયા હતા. લગ્ન પ્રસંગમાંમાં એક્ઠા થયેલા લોકોએ પોલીસ પર લાકડીઓ વડે હુમલો કરતા, બે પોલીસ કર્મીઓના શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી.પોલીસ પર હુમલો થતા, મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી હુમલાખોરોને ઝડપી પાડવા કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
આ પણ વાંચો : બાલદા ગામે લગ્ન પ્રસંગે થયો જાહેરનામાંનો ભંગ, 50થી વધુ લોકો એકઠા થયા
લગ્ન પ્રસંગમાં અમદાવાદના મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો પોલીસકર્મી પણ હાજર