ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લીમાં માર્ગ સલામતી માસ અંતર્ગત બાઈક રેલી યોજાઇ - ગુજરાત

સમગ્ર રાજ્યમાં સોમવારથી માર્ગ સલામતી માસની શરૂઆત કરવામાં આવી છે, ત્યારે અરવલ્લી જિલ્લા આર.ટી.ઓ તેમજ જિલ્લા ટ્રાફીક પોલિસ દ્રારા જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મોડાસા ખાતે એ.આર.ટી.ઓ કચેરી ખાતેથી બાઇક રેલી કાઢવામાં આવી હતી.

Aravalli
Aravalli

By

Published : Jan 18, 2021, 11:03 PM IST

  • અરવલ્લીમાં માર્ગ સલામતી માસ અંતર્ગત બાઈક રેલી યોજાઇ
  • બાઇક રેલી કાઢી નગરના વિવિધ વિસ્તારોમાં ફર્યા
  • માર્ગ સલામતી અંગે લોકોને માહિતગાર કરવામાં આવ્યા

અરવલ્લી: જિલ્લામાં સોમવારના રોજ જિલ્લા આર.ટી.ઓ કચેરી ખાતે માર્ગ સલામતી માસનો પ્રારંભ કરવામાં કરવામાં આવ્યો હતો. મોડાસા આર.ટી.ઓ કચેરી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં અરજદારોને માર્ગ સલામતી અંગે જાણકારી આપવામાં આવી હતી. તેમજ ઉપસ્થિત મહેમાનોએ શ્રોતાઓને માર્ગ સલામતી અંગે શપથ લેવડાવ્યા હતા. આ ઉપરાંત આર.ટી.ઓ કચેરી ખાતેથી બાઇક રેલી કાઢવામાં આવી હતી. જેમાં નગરના વિવિધ વિસ્તારોમાં ફરી લોકોને માર્ગ સલામતી અંગે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.

અરવલ્લીમાં માર્ગ સલામતી માસ અંતર્ગત બાઈક રેલી યોજાઇ

નગરના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા

આ પ્રસંગે જિલ્લા એ.આર.ટી.ઓ જે. કે. મોઢ, નગરના અગ્રણી બિલ્ડર કમલેશ પટેલ, ટ્રાફિક પોલીસ એ.એસ.આઇ બાલુસિંહ તથા સ્ટાફ, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના પ્રમુખ ભરતભાઇ પરમાર, સહિત શહેરીજનો જોડાયા હતા.

ABOUT THE AUTHOR

...view details