અરવલ્લી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસમાં અચાનક વધારો થયો - Corona positive cases a day in Aravalli
અરવલ્લી જિલ્લામાં રવિવારે એક દિવસમાં કોરોનાના 9 પોઝિટિવ કેસ નોંધાતા તંત્ર દોડતુ થયું છે. અરવલ્લી જિલ્લામાં અરોગ્ય તંત્ર દ્વારા અત્યાર સુધીમાં કુલ 289 સેમ્પલ લેવાયા હતા. જેમાંથી 9નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે એક દર્દીનું અમદાવાદમાં મૃત્યુ થયુ છે. જેનુ સેમ્પ્લ અમદાવાદ યુએન મેહતા હોસ્પિટલ ખાતે લેવામાં આવ્યુ હતું.
અરવલ્લીમાં
અરવલ્લી: જિલ્લામાં રવિવારના રોજ એક દિવસમાં 9 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાં પોઝિટિવ કેસમાં ધનસુરા તાલુકાના છેવાડીયા ગામની 40 વર્ષીય મહિલા, નાંદીસણ ગામમાં 4 વર્ષીય બાળકી, 60 વર્ષીય મહિલા, 55 વર્ષીય આધેડ અને રાજલી ગામનો 22 વર્ષીય યુવક અને મેઘરજ તાલુકાના લીંબોદરા 26 વર્ષીય યુવક અને ઓઢ ગામના 2 યુવક તેમજ મોડાસાના શેલ્ટર હોમ ખાતે આશ્રય આપવામાં આવેલ યુપીના 1 યુવકનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા જિલ્લામાં કુલ 10 પોઝિટિવ કેસ નોધાયા છે.