ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લી જિલ્લામાં 256 શાળાઓમાં પ્રથમ દિવસે 8500 વિદ્યાર્થીઓ શાળાએ પહોંચ્યા - Modasa News

કોરોના વાઈરસને લઇ છેલ્લા 10 માસથી શાળાઓ બંધ હતી. સરકારના નિર્ણય પછી આજથી શાળાઓ પુન: શરૂ કરવામાં આવી હતી. જેમાં ફકત ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો.

xcz
xd

By

Published : Jan 11, 2021, 1:28 PM IST

  • શાળાઓ શરૂ થતા વિદ્યાથીઓમાં ખુશી પ્રસરી
  • આશરે 300 દિવસો બાદ ખુલી શાળાઓ
  • અરવલ્લીમાં 256 શાળાઓમાં પ્રથમ દિવસે 8500 વિદ્યાર્થીઓ શાળાએ આવ્યા


    મોડાસાઃ કોરોના વાઈરસને લઇ છેલ્લા 10 માસથી શાળાઓ બંધ હતી. સરકારના નિર્ણય પછી આજથી શાળાઓ પુન: શરૂ કરવામાં આવી હતી. જેમાં ફકત ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો.

    કોરોના વાઈરસને ફેલાતો અટકાવવા માટે ફેબ્રુઆરી 2020થી શાળાઓ બંધ કરવામાં આવી હતી. કોરોનાનું સંક્રમણ વધતા શાળાઓ પુન:શરૂ કરવામા માટે તંત્રમાં અસમંજસની સ્થિતિ હતી. જોકે હવે બોર્ડની પરીક્ષા નજીક આવતા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે શાળાઓ શરૂ કરવામાં આવી છે. જે માટે રાજ્ય સરકારે જે વિદ્યાર્થીઓને શાળાએ આવવુ હોય તેઓએ વાલીઓનું સંમતિ પત્રક ફરજીયાત સાથે લાવાનું રહેશે, તેવી શરત મુકી છે.
    અરવલ્લી જિલ્લામાં 256 શાળાઓમાં પ્રથમ દિવસે 8500 વિદ્યાર્થીઓ શાળાએ પહોંચ્યા


    જિલ્લાની 256 શાળાઓમાં પ્રથમ દિવસે 8500 વિદ્યાર્થીઓ શાળાએ આવ્યા

    અરવલ્લી જિલ્લાની તમામ શાળાઓમાં સોમવારના રોજ ધોરણ 10 અને 12 વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા. જિલ્લાની 256 શાળાઓમાં પ્રથમ દિવસે 8500 વિદ્યાર્થીઓ, વાલીઓનો સંમતિ પત્રક આપી શાળાએ આવ્યા હતા. મોડાસા સર્વોદય હાઇસ્કુલના આચાર્યએ શાળામાં કરેલી વ્યવસ્થાઓ અંગે માહિતી આપી હતી.


    ઓનલાઇન શિક્ષણમાં પડતી હતી મુશકેલીઓ

    જ્યારે બીજી બાજુ વિદ્યાર્થીઓએ પણ ઘણા લાંબા સમય પછી શાળાઓ શરૂ થતા ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. વિદ્યાર્થીઓએ ઓનલાઇન શિક્ષણમાં પડતી તકલીફો વિશે માહિતી આપી હતી.

    ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ અંગે અસમંજસ

    કોરોના કાળ દરમિયાન શાળાઓ બંધ થતા વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડ્યો છે. શાળાઓ દ્રારા ઓનલાઇન અભ્યાસ કરાવવામાં આવતો હતો. છતાં મોટા ભાગના વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ પડી હતી. ત્યારે ધોરણ 12 અને 12 પરીક્ષાઓ અંગે હવે સરકાર શું નિર્ણય લે છે તે જોવુ રહ્યુ.


ABOUT THE AUTHOR

...view details