પ્રાસંગિક પ્રવચન કરતા સરદાર પટેલ સહભાગી જળસંચય યોજનાના ચેરમેન સરદારસિંહ બારૈયાએ જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં 11 ટકા જંગલ વિસ્તાર છે. જંગલ સિવાયના વિસ્તારોમાં વૃક્ષોનું પ્રમાણ ખૂબ જ ઓછું હોવાથી રાજ્ય સરકારે નવા અભિગમ સાથે શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં વૃક્ષ ઉછેરના કાર્યક્રમો હાથ ધર્યા છે.
અરવલ્લીના બામનવાડમાં 70માં વન મહોત્સવની ઉજવણી કરાઈ - ઈટીવી ભારત
અરવલ્લીઃ સમગ્ર રાજ્યમાં 70માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત મોડાસા તાલુકાના બામણવાડ ખાતે સરદાર પટેલ સહભાગી જળસંચય યોજનાના ચેરમેન સરદારસિંહ બારૈયા તથા બિન અનામત આયોગના ઉપાધ્યક્ષ બી.એચ.ઘોડાસરાની ઉપસ્થિતિમાં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

70th forest festival
વન મહોત્સવની ઊજવણી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના ધાર્મિક અને ઐતિહાસિક ધરોહર ધરાવતા સ્થળો પર રાજ્ય કક્ષાના વન મહોત્સવની ઉજવણીની શરૂઆત કરી હતી. જેથી સોમવારે 18 સાંસ્કૃતિક વનોનું નિર્માણ થયું છે. છેલ્લા એક દાયકાના સમય ગાળાથી શરૂ થયેલ આ અભિયાનના પગલે આજે ગુજરાતના વન વિસ્તારમાં 37 ટકાનો વધારો થયો છે.