ગુજરાત

gujarat

ETV Bharat / state

મોડાસાના કોલીખડ ગામમાં 65 વર્ષીય વૃદ્ધાને સાપે ડંખ મારતા મોત થયું - snake in Kolikhad village of Modasa

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના નવા-કોલીખડ ગામે 65 વર્ષીય વૃદ્ધાને સાપે ડંખ મારતા મૃત્યુ થયુ હતું. વૃદ્વા ઘરમાં કામ કરી રહ્યા હતા. તે દરમિયાન સાપને હાથ અડકતા અચાનક ડંખ માર્યો હતો. વૃદ્વાનું મોત થતા ગામમાં શોકનો માહોલ સર્જાયો હતો.

મોડાસાના કોલીખડ ગામે 65 વર્ષીય વૃદ્ધાને સાપે ડંખ મારતા મોત નીપજ્યું
મોડાસાના કોલીખડ ગામે 65 વર્ષીય વૃદ્ધાને સાપે ડંખ મારતા મોત નીપજ્યું

By

Published : Aug 2, 2020, 9:48 PM IST

અરવલ્લી: જિલ્લાના મોડાસા તાલુકાના નવા-કોલીખડ ગામે શનિવારના રોજ એક વૃદ્ધાને સાપે ડંખ માર્યાની ઘટના સામે આવી છે. ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડયા હતા.

મોડાસાના કોલીખડ ગામે 65 વર્ષીય વૃદ્ધાને સાપે ડંખ મારતા મોત નીપજ્યું

બપોરના સમયે પરિવાર સાથે રહેતા 65 વર્ષીય શાંતાબેન રામસિંહ ચૌહાણને ઘરકામ કરી રહ્યા હતા. તે દરમિયાન ઘરમાં સાપ ઘૂસી આવ્યો હતો. વૃદ્ધાને સાપ કરડતા તેઓ બચાવવા માટે બુમો પાડતા પરિવારજનો દોડી આવ્યા હતા. વૃદ્ધાને ઝેરની અસર થતા તેમને સારવાર અર્થે મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતું.

ABOUT THE AUTHOR

...view details