અરવલ્લી: લોકડાઉન દરમિયાન અરવલ્લી જિલ્લામાંથી પસાર થઈ પોતાના વતન જઈ રહેલા પરપ્રાંતિય શ્રમીકોને અટકાવી જિલ્લામાં સ્થાપવામાં આવેલા વિવિધ આશ્રય સ્થાનોમાં આશરો આપવામાં આવ્યો હતો. આ આશ્રય સ્થાનોમાંથી ગત મોડી રાત્રે 635 પરપ્રાંતિયો શ્રમિકોને વતન પરત મોકલવામાં આવ્યા હતા.
આશ્રય સ્થાનોમાંથી 635 પરપ્રાંતિય શ્રમીકોને વતન મોકલાયા 22 બસો મારફતે પરપ્રાંતિયોને પાલનપુર રેલવે સ્ટેશન જવા રવાના કર્યા હતા. જ્યાંથી તમામ લોકોને રેલવે મારફતે વતન પહોંચાડવામાં આવશે. વહીવટી તંત્ર દ્વારા તેમના માટે જમવાની સુવિધા પણ કરવામાં આવી હતી.
આશ્રય સ્થાનોમાંથી 635 પરપ્રાંતિય શ્રમીકોને વતન મોકલાયા નોંધનીય છે કે, અંદાજીત એક હજાર કરતા વધારે શ્રમીકો છેલ્લા એક માસ કરતા વધારે સમયથી અરવલ્લીમાં રોકાયેલા હતા. રાજસ્થાન અને મધ્ય પ્રદેશના 450 જેટલા શ્રમીકો થોડા દિવસ અગાઉ વતન પરત મોકલવામાં આવ્યા હતા.
આશ્રય સ્થાનોમાંથી 635 પરપ્રાંતિય શ્રમીકોને વતન મોકલાયા આ ઉપરાંત ત્રણ દિવસ અગાઉ ભિલોડાની ખેંરાચા સૈનિક સ્કુલમાં આશ્રય પામેલા પરપ્રાંતિય શ્રમીકો અને પોલીસ વચ્ચે વતન જવા બાબતે ઘર્ષણ થયું હતું. જેમાં એક શ્રમીક અને ત્રણ પોલીસ કર્મીઓ ઈજાગ્રસ્ત થયા હતા.