- અરવલ્લીના 188 ગામના 6054 લોકોએ ધન્વંતરી આરોગ્ય રથનો લાભ લીધો
- 14 આરોગ્ય ધન્વંતરી રથ કાર્યરત કરાયા
- કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં જઇ લોકોના આરોગ્યનું નિદાન કરવામાં આવ્યું
- આયુર્વેદિક ઉકાળા પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા
અરવલ્લીઃ જિલ્લામાં કોરોના વાઇરસનો વ્યાપ વધતા શહેર અને ગ્રામ્ય વિસ્તાર તેના સંક્રમણની અસરમાં આવ્યા છે, ત્યારે જિલ્લ્લાના અંતરિયાળ વિસ્તારના લોકોને જિલ્લાના મુખ્યમથક સુધી આરોગ્ય સેવા લેવા આવવું ન પડે અને ઘર આંગણે જ પ્રાથમિક સારવાર મળી રહે તે માટે જિલ્લામાં 14 આરોગ્ય ધન્વંતરી રથ કાર્યરત કરાતા જિલ્લાના 188 ગામના 6054 લોકોએ લાભ લીધો હતો.
અરવલ્લીના 188 ગામના 6054 લોકોએ ધન્વંતરી આરોગ્ય રથનો લાભ લીધો જિલ્લાના લોકોને જરૂરી આરોગ્ય સેવાઓ સ્થળ પર જ ઉપલબ્ધ થાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા ધન્વંતરી આરોગ્ય રથ શરૂ કરવામાં આવ્યા છે. જે કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં જઇ લોકોના આરોગ્યનું નિદાન કરવામાં આવે છે. જેમાં અત્યાર સુધી જિલ્લાના 188 ગામોને આવરી લેવામાં આવ્યા છે.
જેમાં આરોગ્ય ધન્વંતરી રથમાં આર.બી.એસ.કે. ટીમ, એક સ્ત્રી અને એક પુરૂષ આયુષ મેડિકલ ઑફિસર અને પેરા મેડિકલ સ્ટાફની ટીમ દ્વારા તાવના 91, શરદી, શરદી ખાંસીના 404 લોકોનું નિદાન કરી પ્રાથમિક સારવાર આપવામાં આવી છે. જ્યારે પલ્સ ઓક્સિમીટરથી ચાર લોકોની તપાસ કરાઇ છે. આ ઉપરાંત અન્ય લોકોને ઈમ્યુનિટી બુસ્ટઅપ માટેની હોમિયોપેથિક દવાઓ અને આયુર્વેદિક ઉકાળા પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.