- અરવલ્લીમાં કોરોનાના નવા 6 કેસ નોંધાયા, કુલ સંક્રમિતો 727
- 5 પોઝિટિવ દર્દીઓને સ્વસ્થ થતા રજા આપી દેવાઇ
અરવલ્લી: કોરોનાના 6 નવા પોઝિટિવ કેસ નોંધાતા કુલ સંક્રમિતોનો આંક 727 પર પહોંચ્યો - અરવલ્લી જિલ્લા કોરોના અપડેટ
અરવલ્લી જિલ્લામાં શનિવારે 6 કોવિડ પોઝિટિવ કેસ નોંધાતા કોરોનાગ્રસ્ત દર્દીઓનો આંક 727 પર પહોંચ્યો છે. આ પૈકી 614 દર્દીઓએ કોરોના માત આપતા તેમને કોવિડ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. હાલ જિલ્લામાં કોવિડ-19ના 35 પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ છે.
અરવલ્લી: સતત બીજા દિવસે જીલ્લામાં વધુ 6 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કુલ કોરોના દર્દીઓનો આંક 727 પર પહોંચ્યો છે. શનિવારે જિલ્લાના મોડાસામાં 02 , મોડાસા ગ્રામ્ય વિસ્તારોમાં 1, ભિલોડા તાલુકાના 1, માલપુર તાલુકામાં 1, ધનસુરા તાલુકામાં 1 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે સાર્વજનિક હોસ્પિટલમાં મોડાસામાંથી 3 અને વાત્રક જનરલ હોસ્પિટલમાંથી 2 પોઝીટીવ દર્દીઓ કોરોના સામે જંગ જીતી જતા તેમને રજા આપવામાં આવી છે.
જિલ્લા તેમજ જિલ્લા બહારની હોસ્પિટલમાં 35 દર્દીઓ સારવાર હેઠળ
હાલમાં મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં 24, વાત્રક જનરલ હોસ્પિટલમાં 3, અમદાવાદ હોસ્પિટલમાં 3, સિવીલ હોસ્પિટલ હિંમતનગરમાં 4, તેમજ હોમ આઇસોલેશનમાં 1 પોઝિટિવ દર્દી સારવાર હેઠળ છે. જિલ્લાના જે વિસ્તારોને પોઝિટિવ કેસના નિયંત્રિત વિસ્તાર તરીકે જાહેર કર્યો હોય તેવા વિસ્તારમાં આરોગ્યની 72 ટીમો દ્વારા કુલ 1556 ઘરોની કુલ 7024 જેટલી વસ્તીનું હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી કરવામાં આવી. પોઝિટિવ કેસના સંપર્કમાં આવેલી 257 વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.