ભિલોડામાં જમીન વિવાદમાં હત્યા કરનારા 6 આરોપીઓની ધરપકડ - અરવલ્લી પોલીસ
અરવલ્લી: જિલ્લાના ભિલોડા તાલુકાના કુંડોલ(પાલ) ગામે સોમવારે રાત્રે જમીન વિવાદમાં એક વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. હત્યા કરી આરોપીઓ ફરાર થઇ ગયા હતા. જે ઘટનાને લઇને પોલીસે 24 કલાકમાં જ આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
જમીન વિવાદમાં હત્યા કરનાર ૬ આરોપીઓની ધરપકડ
જમીનના સેઢા પરથી પસાર થવા જેવી સામાન્ય બાબતમાં સેઢા પાડોશી પરિવારના 4 સભ્યો અને બે મહિલાઓએ યુવકની હત્યા કરતા ભારે ચકચાર મચી હતી. આ હત્યાના બનાવના પગલે ભિલોડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતકની મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી 6 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.