ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લી જિલ્લામાં પીવાના પાણીની નવીન 13 યોજનાઓ માટે 526.35 લાખનો ખર્ચ કરાશે

અરવલ્લી જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક જિલ્લા સેવાસદન ખાતે કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકરના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. જેમાં અરવલ્લી જિલ્લાના લોકોને પીવાનું પાણી મળે રહે તે માટે રૂપિયા 526.35 લાખના ખર્ચે તૈયાર થનારી નવીન 13 યોજનાઓને મંજૂરી આપવામાં આવી હતી. જેમાં 'નલ સે જલ યોજના' અંતર્ગત 1,573 ઘરોને નળ કનેક્શન મળશે.

અરવલ્લી જિલ્લામાં પીવાના પાણીની નવીન 13 યોજનાઓ માટે 526.35 લાખનો ખર્ચ કરાશે
અરવલ્લી જિલ્લામાં પીવાના પાણીની નવીન 13 યોજનાઓ માટે 526.35 લાખનો ખર્ચ કરાશે

By

Published : Mar 28, 2021, 12:46 PM IST

  • અરવલ્લી જિલ્લામાં અત્યાર સુધી 1333 યોજનાઓ અમલમાં
  • 122 યોજનાઓ પ્રગતિમાં, જ્યારે 15 યોજનાઓ રદ્દ કરવામાં આવી
  • 526.35 લાખના ખર્ચે 3,207 ઘરોને નળ જોડાણથી આવરી લેવાશે

અરવલ્લી: જિલ્લામાં વાસ્મો અંતર્ગત અત્યાર સુધી 1,333 યોજનાઓ અમલી બનાવવામાં આવી છે. જે પૈકી 980 યોજનાઓ પૂર્ણ કરવામાં આવી છે. જ્યારે 122 યોજનાઓ પ્રગતિમાં છે. બીજી બાજુ 15 એવી યોજનાઓ છે કે, જેમાં પાણીના પૂરતા સ્ત્રોત ન મળવાના કારણે રદ્દ કરવામાં આવી છે. તાજેતરમાં યોજાયેલી બેઠકમાં જિલ્લામાં માલપુર, બાયડ, મેઘરજ અને ભિલોડામાં 13 નવીન યોજનાઓ પાછળ રૂપિયા 526.35 લાખનો ખર્ચ કરવામાં આવશે. જેના થકી 3,207 પરીવારોને નળ જોડાણ મળશે.

આ પણ વાંચો:‘નલ સે જલ’ યોજના અંતર્ગત રાજ્યના તમામ ઘરોમાં 2022 સુધીમાં પાણી પહોંચાડાશે: વિજય રૂપાણી

"નલ સે જલ યોજના" અંતર્ગત 2,04,176 ઘરોને નળ જોડાણ અપાશે

અરવલ્લી જિલ્લામાં "નલ સે જલ યોજના" અંતર્ગત 2,04,176 ઘરોને નળ જોડાણથી આવરી લેવામાં આવ્યા છે. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડૉ. અનિલ ધામેલીયા, પાણી પુરવઠાના અધિકારી, નિયામક ગ્રામવિકાસ એજન્સીના અધિકારી બી.ડી.ડાવેરા સહિત સંબધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમને આ માહિતી આપી હતી.

ABOUT THE AUTHOR

...view details