ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લીમાં ધંધાર્થે રોકાયેલા 49 છત્તીસગઢવાસીઓને તેમના વતન રવાના કરાયા

સમગ્ર દેશમાં કોરોના મહામારીનાં કારણે લોકડાઉન જાહેર થતા જે બહારથી ધંધાર્થે આવેલા લોકો છે. તેમને તેના વતન મોકલવા માટે રાજ્ય સરકાર દ્વારા બસ તથા ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. અરવલ્લીમાં ધંધાર્થે રોકાયેલા 49 છત્તીસગઢવાસીઓને તેમના વતન રવાના કરાયા હતા.

અરવલ્લીમાં ધંધાર્થે રોકાયેલા 49 છત્તીસગઢવાસીઓને તેમના વતન રવાના કરાયા
અરવલ્લીમાં ધંધાર્થે રોકાયેલા 49 છત્તીસગઢવાસીઓને તેમના વતન રવાના કરાયા

By

Published : May 25, 2020, 7:07 PM IST

અરવલ્લીઃ સમગ્ર દેશમાં કોરોના મહામારીનાં કારણે લોકડાઉન જાહેર થતા જે પરપ્રાંતિયો જિલ્લામાં ધંધાર્થે રોકાયેલા હતા. આ પરપ્રાંતિયો પોતાના વતનમાં જવાની ઇચ્છા દર્શાવતા રાજ્યસરકાર દ્વારા પરપ્રાંતિય લોકોને પોતાના વતન ST બસ મારફત રવાના કર્યા હતા.

અરવલ્લીમાં ધંધાર્થે રોકાયેલા 49 છત્તીસગઢવાસીઓને તેમના વતન રવાના કરાયા
અરવલ્લી જિલ્લા કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકરે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા અન્વયે જિલ્લાઓમાં રોકાયેલા શ્રમિકોને પોતના વતન જવાની પરવાનગી અપાઇ છે, ત્યારે છત્તીસગઢ રાજયના 49 લોકો અરવલ્લી જિલ્લામાં ધંધાર્થે રોકાયેલા હતા. આ પરપ્રાંતિયો પોતાના વતનમાં જવાની ઇચ્છા દર્શાવતા જેથી તેમની આરોગ્ય ચકાસણી, ફ્રૂડ પેકેટ તથા પાણી સહિત તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી હતી.
અરવલ્લીમાં ધંધાર્થે રોકાયેલા 49 છત્તીસગઢવાસીઓને તેમના વતન રવાના કરાયા
અરવલ્લી જિલ્લાના ધનસુરામાં 36 તથા મોડાસમાં 13 મળી કુલ 49 છત્તીસગઢ વાસીઓને બે બસમાં મારફતે મહેસાણાના રેલવે સ્ટેશન સુધી મુકી આપવામાં આવ્યા હતા. જયાંથી ટ્રેન મારફતે પોતાના વતન રવાના થશે.

ABOUT THE AUTHOR

...view details