અરવલ્લી : જિલ્લામાં સ્વામી વિવેકાનંદ યુવાના કુલ 700 કેન્દ્રો છે, તેની સાથે પાંચ-પાંચ યુવાન યુવતીઓ જોડાતા જેની સંખ્યા આજે 3500 વધુ થઇ ગઇ છે. આ યુવાનોને જિલ્લા કલેકટર અમૃત્તેશ ઔરંગાબાદકરે વીડીયો કોન્ફરન્સિંગથી માર્ગદર્શિત કર્યા હતા. જેમાં મુખ્યપ્રધાનના" હું પણ કોરોના વોરીયર" કેમ્પેઇન SMS સૂત્ર (S-Social Distance, M-Mask, S- Senitize) સોશિયલ ડિસ્ટન્સ માટે છત્રી દ્વારા દૂરી બનાવી શકાય આવા નાના નાના ઇનોવેશન આઇડિયા આપ્યા હતા.
અરવલ્લીના 3500 યુવાનો "હું પણ કોરોના વોરિયર" અભિયાનને વેગવંતુ બનાવશે - હું પણ કોરોના વોરીયર
અરવલ્લી જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં કોરોના વાઇરસનો વ્યાપ વધતા ગામલોકોમાં જાગૃતિ આવે તે માટે અરવલ્લીના જિલ્લાના 3500 યુવાનો રાજયના મુખ્યપ્રધાન " હું પણ કોરોના વોરિયર" અભિયાનને વેગવતું બનાવશે. રાજયના મુખ્યપ્રધાને ગુરૂવારના રોજ રાજયના તમામ ધાર્મિક-સામાજીક અગ્રણી સાથે સંવાદ સાધીને કોરોના સામેના જંગમાં સહભાગી થવા અપીલ કરી હતી. જેને અરવલ્લી જિલ્લાના યુવાનો ગામડાઓ ખુંદીને લોકોને જાગૃત કરવાનું કામ હાથ ધર્યુ છે.
![અરવલ્લીના 3500 યુવાનો "હું પણ કોરોના વોરિયર" અભિયાનને વેગવંતુ બનાવશે અરવલ્લીના 3500 યુવાનો "હું પણ કોરોના વોરીયર" અભિયાને વેગવંતુ બનાવશે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7308069-940-7308069-1590156318918.jpg)
અરવલ્લીના 3500 યુવાનો "હું પણ કોરોના વોરીયર" અભિયાને વેગવંતુ બનાવશે
જેમાં જીવનશૈલીમાં કેમવધારો કરવો, હોમ કોરોનટાઈન લોકોનું સતત ફોલોઅપ કેમ લેવું, આયુર્વેદિક અને હોમિયોપેથીક દવાઓનો ઉપયોગ કેમ કરવો તેવા મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો,. તેમજ નાના બાળકો અને 60 વર્ષથી વધુ ઉંમરના વડીલોની કાળજી રાખવી જેવી બાબતો અંગે જણાવવમાં આવ્યું હતું.