ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લીમાં 35 વર્ષીય યુવકનું સ્વાઇન ફ્લુથી મોત - modasa private hospital

અરવલ્લીઃ રાજ્યમાં છેલ્લે છેલ્લે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા સર્વત્ર પાણી-પાણી થઈ ગયું છે. હવે વરસાદ બાદ મચ્છરજન્ય રોગચાળાએ જોરાદર માથું ઉચક્યું છે. માલપુર નગરના 35 વર્ષીય યુવકનું શંકાસ્પદ રીતે સ્વાઇનફ્લુથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોત થતા અરવલ્લી જિલ્લામાં લોકો ચિંતીત બન્યા છે.

ફાઈલ ફોટો

By

Published : Oct 3, 2019, 9:02 PM IST

માલપુરમાં રહેતા ભુપેન્દ્રસિંહને ત્રણ-ચાર દિવસથી શરદી-ખાંસી અને તાવ આવતો હતો. જેથી તેમણે પ્રાથમિક સારવાર લીધા પછી મોડાસાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે, ત્યાં પણ સારવારથી તબીયતમાં કોઈ સુધારો ન આવતા હોસ્પીટલને યુવકમાં શંકાસ્પદ લક્ષણો જણાતા તાત્કાલિક ધોરણે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

આ યુવાનને સ્વાઈન ફ્લૂના લક્ષણો હોવાનું જણાયું હતુ. જ્યાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તબીબોએ આઈસોલેશન વોર્ડમાં ખસેડી સઘન સારવાર હાથ ધરી હતી, પરંતુ ગત રાતના આ યુવકનું મૃત્યું થતા પંથકમાં સન્નાટો છવાઈ ગયો હતો.

ABOUT THE AUTHOR

...view details