ગુજરાત

gujarat

ETV Bharat / state

મોડાસા શહેરમાં માસ્ક ન પહેરનારા 28 લોકો દંડાયા - news of arvalli district

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ અટકવાનું નામ નથી લઇ રહ્યું, અરવલ્લી જિલ્લામાં પણ કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોનાથી રક્ષણ મેળવવા માટે માસ્ક પહેરવું ફરજિયાત કરાયું હોવા છતાં પણ મોડાસા શહેરમાં કેટલાક લોકો માસ્ક વગર ફરતા દેખાયા હતા. જેમને પકડી રૂપિયા 5000થી વધુનો દંડ વસૂલવામાં આવ્યો હતો.

મોડાસા શહેરમાં માસ્ક ન પહેરનાર ૨૮ લોકો દંડાયા
મોડાસા શહેરમાં માસ્ક ન પહેરનાર ૨૮ લોકો દંડાયા

By

Published : Jun 3, 2020, 8:17 PM IST

અરવલ્લી: કોરોના મહામારીને લઇને સમગ્ર રાજ્યમાં માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં માસ્ક ન પહેરનાર ૨૮ લોકો પાસેથી રૂપિયા 5600નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

મોડાસા શહેરમાં માસ્ક ન પહેરનાર ૨૮ લોકો દંડાયા

અગાઉ મોડાસા નગરપાલિકા દ્વારા માસ્ક ન પહેરનાર વ્યક્તિ સામે કાર્યવાહી કરવામાં આવશે તેવી વાંરવારની જાહેરાત કરવામાં આવી હોવા છતા લોકો માસ્ક વિના ફરી રહ્યા હતા. આથી પાલિકાના અધિકારીઓએ મોડાસા ચાર રસ્તા પરથી માસ્ક વિના પસાર થઇ રહેલા લોકોને દંડીત કરી કડક કાર્યવાહો હાથ ધરી હતી.

મોડાસા શહેરમાં હાલ 40 લોકો કોરોનાથી સંક્રમિત છે. ત્યારે સંક્રમણ ફેલાતું અટકાવવા માટે નગરપાલિકા દ્વારા માસ્ક ન પહેરનાર લોકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવતા બુધવારના રોજ મોડાસા ચાર રસ્તા, માલપુર રોડ, અને મેઘરજ રોડ ઉપર માસ્ક ન પહેરનાર 28 રાહદારીઓને રૂપિયા 200 મુજબ કુલ રૂપિયા 5600નો દંડ ફટકારવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details