ગુજરાત

gujarat

ETV Bharat / state

Arvalli vaccination: 2,56,551 લોકોએ લીધો રસીનો પ્રથમ ડોઝ

સમગ્ર ગુજરાતમાં અનેક જગ્યાઓ પર રસીકરણનું મહાઅભિયાન ચાલી રહ્યુ છે. જે અંતર્ગત અરવલ્લી જીલ્લાના મોડાસા, ભીલોડા, બાયડ, મેઘરજ, માલપુર તથા ધનસુરાના જુદા-જુદા સેન્ટરો પર 18થી 45 તેમજ 45થી 60 ઉપરના લોકોને રસીકરણ હેઠળ આવરી લેવાની મહાઅભિયાનની ઝુંબેશ હાથ ધરાઈ છે.

Arvalli
Arvalli

By

Published : Jun 19, 2021, 7:47 PM IST

  • 60 વર્ષ ઉપરના 94,258 વૃદ્ધોને રસીકરણ હેઠળ આવરી લેવાયા
  • અત્યાર સુધીમાં 41,000 જેટલા યુવાનોને રસી અપાઈ
  • 60 વર્ષ ઉપરના 1,23,474 લોકોએ રસીનો બીજો ડોઝ લીધો

અરવલ્લી: જિલ્લામાં 45 થી 59 વર્ષના લોકોને કોરોના રસીકરણ હેઠળ આવરી લેવા માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અરવલ્લીનાં જુદા-જુદા સેન્ટર પર લોકોને રસી મળી રહે તેવી વ્યવસ્થા કરાઈ છે. જેમાં અરવલ્લીનાં 1,74,168 લોકોમાંથી અત્યાર સુધીમાં 1,10,473 લોકોને રસીકરણ હેઠળ આવરી લેવાયા છે.

અરવલ્લીમાં 2,56,551 લોકોએ લીધો રસીનો પ્રથમ ડોઝ

આ પણ વાંચો: Corona vaccination: 21મીથી વેક્સિનેશન સેન્ટર્સ પર આ રીતે અપાશે રસી

41,000 જેટલા યુવાનોને રસી અપાઈ

18થી 44 વર્ષના યુવાઓનું પણ રસીકરણ થઇ રહ્યું છે, જેમાં જિલ્લાના 5,11,665 યુવાનોમાંથી અત્યાર સુધીમાં 41,000 જેટલા યુવાનોને રસી અપાઈ છે. જ્યારે 60 વર્ષ ઉપરના 1,08,050 વૃદ્ધાઓમાંથી 94,258 વૃદ્ધાઓને રસીકરણ હેઠળ આવરી લેવાયા છે.

આ પણ વાંચો: Corona Vaccination : રાજ્યમાં 2 કરોડનો ડોઝ આપવામાં આવ્યા, સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ

રસીકરણના મહાઅભિયાનમાં આરોગ્ય વિભાગ દ્વારા 150 જેટલા સ્ટાફની ફાળવણી

અત્યાર સુધીમાં HCW, FLW, 18થી 44, 45થી 59 તથા 60 વર્ષ ઉપરના 2,56,551 લોકોએ રસીનો પ્રથમ ડોઝ લીધો છે. જ્યારે HCW, FLW, 45થી 59 તથા 60 વર્ષ ઉપરના 1,23,474 લોકોએ રસીનો બીજો ડોઝ લીધો છે. આ રસીકરણના મહાઅભિયાનમાં આરોગ્ય વિભાગ દ્વારા 150 જેટલા સ્ટાફની ફાળવણી કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details