અરવલ્લીઃ સમગ્ર દેશ કોરોના મહામારીનાં કારણે લોકડાઉન જાહેર થતા જ પરપ્રાંતિયો પોતાના વતનની વાટ પકડી હતી. પરંતુ રાજ્ય સરકાર દ્વારા સંવેદનશીલ નિર્ણય લઇ શ્રમિકો જયાં હોય ત્યાં જ થંભી જવા કહ્યુ અને એટલે જ તો અરવલ્લીના આંગણે 1000થી વધુ લોકોએ પોતાનું બીજુ ઘર સમજી રોકાઇ ગયા હતા.
અરવલ્લીના આશ્રયસ્થાનોમાં રહેતા 255 રાજસ્થાનીઓને વતન મોકલાયા
લોકડાઉન જાહેર થતા જ પરપ્રાંતિયોએ પોતાના વતનની વાટ પકડી હતી. પરંતુ રાજ્ય સરકાર દ્વારા સંવેદનશીલ નિર્ણય લઇ શ્રમિકો જયાં હોય ત્યાં જ થંભી જવા કહ્યું હતું. જેથી અરવલ્લીના આંગણે 1000થી વધુ લોકોએ પોતાનું બીજુ ઘર સમજી રોકાઇ ગયા હતા.
સરકારની માર્ગદર્શિકા અન્વયે રોકાયેલા શ્રમિકોને પોતના વતન જવાની પરવાનગી અપાઇ છે ત્યારે હવે અરવલ્લી જિલ્લાના પડોશી એવા રાજસ્થાનના 255 આશ્રિતોને રાજય સરકારની સૂચન અન્વયે બસ દ્વારા ગુજરાતની સરહદ સુધી પંહોચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં મોડાસા સ્પોર્ટસ સંકુલ અને આશ્રયસ્થાને રોકાયેલા 26, શામળપુર એકલવ્ય ખાતે રોકાયેલા 34, ખેરંચાના 116, મોંધરીના 66 જયારે મેધરજના વૈયા ખાતે રોકાયેલા 13 આશ્રિતો મળી કુલ 255 રાજસ્થાનવાસીઓને 8થી વધુ બસ દ્વારા રતનપુર સરહદે તેમના આરોગ્યની ચકાસણી કરીને વતન મોકલી આપવામાં આવશે.
રાજસ્થાન અને ગુજરાતને જોડતા નેશનલ હાઇવે પર આવેલા અરવલ્લી જિલ્લો શ્રમિકો માટે મુખ્યપ્રવેશ દ્વાર સમાન છે કેમ કે રાજસ્થાનની સરહદે આવેલા બાંસવાડા, ડુંગરપુર સહિતના આદિજાતિના લોકો માત્ર ગુજરાત જ નહિ પરંતુ દેશના ખૂણે ખૂણે મજૂરી કામે જાય છે.
જયારે લોકડાઉન જાહેર થતા જ અલગ અલગ વિસ્તારમાંથી પરપ્રાંતીય લોકો અરવલ્લીની સરહદે આવી અટવાઈ ગયા હતા, ત્યારે અરવલ્લી જિલ્લા કલેકટર અમૃતેશ ઔરંગાબાદકરે 1042 આશ્રિતો માટે ભિલોડાના ખેરંચા, શામળપુર અને માંધરી જયારે મેઘરજના વૈયા મોડાસા શહેરમાં રોકાવા માટેની વ્યવસ્થા કરવાની સાથે આરોગ્ય ચકાસણી સહિત તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી હતી .