ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લી જિલ્લામાં નગરપાલિકા માટે 249, જિલ્લા પંચાયત માટે 162 અને 6 તાલુકા પંચાયત માટે 598 ફોર્મ ભરાયા - taluka panchayat

13 ફેબ્રુઆરીના રોજ ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ હતી. તમામ રાજકીય પક્ષોના મેન્ડેટ સસ્પેન્સનો અંત આવ્યો હતો. છેલ્લા દિવસે મોટી સંખ્યામાં ઉમેદવારી પત્રો ભરવા માટે જિલ્લા સેવા સદન અને મામલતદાર કચેરીએ પહોંચ્યાં હતાં. અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે નગરપાલિકા માટે 249, જિલ્લા પંચાયત માટે 162 અને 6 તાલુકા પંચાયત માટે 598 ફોર્મ ભરાયાં હતાં.

અરવલ્લી નગરપાલિકા
અરવલ્લી નગરપાલિકા

By

Published : Feb 15, 2021, 9:48 PM IST

  • અરવલ્લી નગરપાલિકા માટે 249 ઉમેદવારોએ ફોર્મ ભર્યાં
  • અરવલ્લી જિલ્લા પંચાયત માટે 162 ઉમેદવારોએ ફોર્મ ભર્યાં
  • 6 તાલુકા પંચાયત માટે 598 ઉમેદવારોએ ફોર્મ ભર્યાં

અરવલ્લી : 13 ફેબ્રુઆરીના રોજ ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ હતી. તમામ રાજકીય પક્ષોના મેન્ડેટ સસ્પેન્સનો અંત આવ્યો હતો. છેલ્લા દિવસે મોટી સંખ્યામાં ઉમેદવારી પત્રો ભરવા માટે જિલ્લા સેવા સદન અને મામલતદાર કચેરીએ પહોંચ્યાં હતાં.

ફોર્મ ભરવા છેલ્લા દિવસે ભાજપ અને કોંગ્રેસે મેન્ડેટ રજૂ કર્યા

શનિવારે ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખના છેલ્લા બે કલાક સુધી રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસ દ્રારા મેન્ડેટ બાબતે સસ્પેન્સ રાખવામાં આવ્યું હતું. બન્ને પક્ષોમાં ઉમેદવારોને લઇને ચાલતી મથામણને પગલે શનિવારના રોજ અગાઉથી નક્કી થયેલા ઉમેદવારોમાં બદલાવ પણ જોવા મળ્યો હતો. જેમાં ભાજપ દ્વારા મોડાસા નગરપાલિકાના વૉર્ડ નંબર 5માં અગાઉ જાહેર કરવામાં આવેલી યાદીમાં, સ્થાનિક લોકોના વિરોધના પગલે ફેરફાર કરવામાં આવ્યો હતો. આ સાથે કોંગ્રેસે વિવાદ ટાળવા છેલ્લા એક કલાક પહેલા ઉમેદવારોને મેન્ડેટ આપ્યાં હતાં. શનિવારના રોજ અરવલ્લી જિલ્લા સેવા સદન અને મામલતદાર કચેરીએ મોટી સંખ્યામાં ઉમેદવારો આવી પહોંચ્યાં હતાં. અરવલ્લી જિલ્લા સેવા સદન ખાતે આવેલી પ્રાંત કચેરીમાં મોડાસા નગરપાલિકા તેમજ મામલતદાર કચેરીએ તાલુકાના ઉમેદવારો આવ્યાં હતાં. આ ઉપરાંત જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ મામલતદાર કચેરીએ ઉમેદવારોની ભીડ જામી હતી.

અરવલ્લી જિલ્લામાં નગરપાલિકા માટે 249, જિલ્લા પંચાયત માટે 162 અને 6 તાલુકા પંચાયત માટે 598 ફોર્મ ભરાયા

અરવલ્લી જિલ્લામાં નગરપાલિકા માટે 249, જિલ્લા પંચાયત માટે 162 અને 6 તાલુકા પંચાયત માટે 598 ફોર્મ ભરાયાં

13 ફેબ્રુઆરીના રોજ ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો, ત્યારે અરવલ્લી જિલ્લા પંચાયત માટે 162, મોડાસા નગરપાલિકા માટે 161 અને બાયડ પાલિકા માટે 86 ઉમેદવારી પત્રો ભરાયા છે. જ્યારે તાલુકા પંચાયત ચૂંટણી માટે મોડાસામાં 98, બાયડમાં 106, મેઘરજમાં 101, ભિલોડામાં 132, ઘનસુરામાં 76 અને માલપુરમાં 85 ઉમેદવારી પત્રો ભરાયાં છે.

ABOUT THE AUTHOR

...view details