ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લીના 200 શ્રમીકો રાજસ્થાન બોર્ડર પર અટવાયા - કોરોના વાઇરસ ગુજરાતમાં

15 દિવસના વિરામ બાદ ફરીથી અરવલ્લીના માર્ગો પર પરપ્રાંતિયો પગપાળે વતન જતા જોવા મળી રહ્યા છે. જેમાં અરવલ્લી જિલ્લાના શામળાજીમાં આવેલી રાજસ્થાનની સરહદ પર 200થી વઘારે લોકો અટવાયા છે. રાજસ્થાન સરકારના આદેશથી બોર્ડર પરથી કોઇપણ વાહન કે વ્યક્તિને પ્રવેશ આપવામાં આવતો નથી. જેથી આ શ્રમીકોની હાલક દયનીય બની છે.

etv bharat
200 શ્રમીકો રાજસ્થાન બોર્ડર પર અટવાયા

By

Published : May 2, 2020, 5:36 PM IST

અરવલ્લી: 15 દિવસના વિરામ બાદ ફરીથી અરવલ્લીના માર્ગો પર પરપ્રાંતિયો પગપાળા વતન જતા જોવા મળી રહ્યા છે. જેમાં અરવલ્લી જિલ્લાના શામળાજીમાં આવેલી રાજસ્થાનની સરહદ પર 200થી વઘારે લોકો અટવાયા છે. રાજસ્થાન સરકારના આદેશથી બોર્ડર પરથી કોઇપણ વાહન કે વ્યક્તિને પ્રવેશ આપવામાં આવતો નથી. જેથી આ શ્રમીકોની હાલત દયનીય બની છે.

200 શ્રમીકો રાજસ્થાન બોર્ડર પર અટવાયા
200 શ્રમીકો રાજસ્થાન બોર્ડર પર અટવાયા
200 શ્રમીકો રાજસ્થાન બોર્ડર પર અટવાયા

આ શ્રમિકો કોઇ પણ જાતની સુવિધા વિના, નાના બાળકો અને મહિલા સહિત સહ પરિવાર પર આભ અને નિચે ધરતીના સહારે, ખુલ્લામાં પડી રહેવા મજબૂર થયા છે. નોંધનીય છે કે, આ શ્રમિકોમાં મુખ્યત્વે યુ.પી અને એમપીના વતની છે અને ગુજરાત સરકારનું પ્રમાણપત્ર હોવા છતાં તેમને પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી.

ABOUT THE AUTHOR

...view details