અરવલ્લીઃ ભિલોડા તાલુકાના બુઢેલી ગામે બે વર્ષીય માસુમ બાળક રમતા-રમતા ઘર આગળ પડેલી કારમાં પુરાઈ જતા ગૂંગળાઈ ગયુ હતું.બાળક કારમાં બેભાન હાલતમાં જોવા મળતા જ માતા-પિતા તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયા હતા જો કે, ફરજ પરના તબીબે મૃત ઘોષિત કરતા પરિવારજનોમાં ભારે ગમગીન છવાઇ હતી.
ભિલોડામાં 2 વર્ષના બાળકનું બંધ કારમાં ગૂંગળાઈ જવાથી મોત - બાળકનું બંધ કારમાં ગૂંગળાઈ જવાથી મોત
ભિલોડા તાલુકાના બુઢેલી ગામે બે વર્ષીય માસુમ બાળક રમતા-રમતા ઘર આગળ પડેલી કારમાં પુરાઈ જતા ગૂંગળાઈ ગયુ હતું. તેને બહાર કાઢી તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જો કે, તેને તપાસીને ફરજ પરના ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
ભિલોડામાં 2 વર્ષના બાળકનું બંધ કારમાં ગૂંગળાઈ જવાથી મોત
એવુ અનુમાન લગાવામાં આવ્યુ છે. બાળક કારમાં એકવાર જતા રહ્યા પછી કારના દરવાજા ઓટમેટીક બંધ થઇ ગયા અને દરવાજો કઈ રીતે ખોલવો તેની ખબર ન પડતાં તે ગાડીની અંદર જ પૂરાઈ ગયો હતો. આ સમય દરમિયાન કોઇ એ તેને જોયો નહિ અને આકરી ગરમીમાં કારની અંદર ગૂંગળાઈ જવાના કારણે તેનું કરુણ મોત થયું છે.