ગુજરાત

gujarat

ETV Bharat / state

કારના ગુપ્ત ખાનામાં 4.5 કરોડ રૂપિયા સંતાડીને બોર્ડર પાર કરી રહેલા 2 ગુજરાતીઓને રાજસ્થાન પોલીસે પકડ્યા

રાજસ્થાનની રતનપુર બોર્ડર પર વાહન ચેકિંગ દરમિયાન રાજસ્થાન પોલીસે ગુજરાતના 2 વ્યક્તિઓની ધરપકડ કરી છે. આ બન્ને શખ્સો કારમાં ગુપ્ત ખાનું બનાવીને તેમાં 4.5 કરોડ રૂપિયા રાખીને બોર્ડર પાર કરી રહ્યા હતા. પોલીસે આ પૈસા ક્યાંથી આવ્યા અને ક્યાં પહોંચાડવાના હતા, તે દિશામાં તપાસ હાથ ધરી છે.

કારના ગુપ્ત ખાનામાં 4.5 કરોડ રૂપિયા સંતાડીને બોર્ડર પાર કરી રહેલા 2 ગુજરાતીઓને રાજસ્થાન પોલીસે પકડ્યા
કારના ગુપ્ત ખાનામાં 4.5 કરોડ રૂપિયા સંતાડીને બોર્ડર પાર કરી રહેલા 2 ગુજરાતીઓને રાજસ્થાન પોલીસે પકડ્યા

By

Published : May 23, 2021, 4:06 PM IST

  • ગુજરાત રાજસ્થાનની રતનપુર બોર્ડરનો બનાવ
  • 4.5 કરોડ રૂપિયા લઈને આવી રહ્યા હતા ગુજરાત
  • બે પૈકી 1 વ્યક્તિ પાટણનો અને બીજો ઉંઝાનો રહેવાસી

અરવલ્લી: રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાની બિછીવાડા પોલીસે શનિવારે 2 ગુજરાતીઓને 4.5 કરોડની માતબર રકમ સાથે ઝડપી પાડ્યા છે. રતનપુર બોર્ડર પર બિછીવાડા પોલીસે તપાસ દરમિયાન કારને અટકાવીને તપાસ કરતા કારમાં બનાવેલા એક ગુપ્ત ખાનામાંથી આ રોકડ નાણાં મળી આવ્યા હતા. પોલીસે બન્ને વિરૂદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

કારના ગુપ્ત ખાનામાં 4.5 કરોડ રૂપિયા સંતાડીને બોર્ડર પાર કરી રહેલા 2 ગુજરાતીઓને રાજસ્થાન પોલીસે પકડ્યા

અમદાવાદમાં ખાતરના વેપારીને આપવાના હતા નાણાં

રાજસ્થાન બોર્ડર પર બિછીવાડા પોલીસે બાતમીના આધારો વોચ ગોઠવી હતી. બાતમીના આધારેની કાર દેખાતા તેને અટકાવીને તપાસ હાથ ધરવામાં આવી હતી. કારની તલાશી દરમિયાન કારમાં બનાવેલું ગુપ્ત ખાનું મળી આવ્યું હતું. જેમાંથી 4,49,99,500 રૂપિયા મળી આવ્યા હતા. પોલીસે આ નાણાં અંગે પૂછતાછ કરતા અમદાવાદમાં કમલેશ નામના ખાતરના વેપારીને આપવાના હોવાની કેફિયત રજૂ કરી હતી.

આ અંગે ઈ.ડી. ને પણ જાણ કરવામાં આવશે

બિછીવાડા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર રિઝવાન ખાનના જણાવ્યા પ્રમાણે, પકડાયેલા બન્ને લોકો પાસેથી મોટી સંખ્યામાં બિનહિસાબી નાણાં મળતા ઈ.ડી.ને પણ જાણ કરવામાં આવશે. રોકડ સાથે પકડાયેલા રણજિત રાજપૂત અને નીતિન પટેલ ગુજરાતના પાટણ અને ઉંઝાના વતની હોવાથી ત્યાં પણ તપાસ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details