મોડાસાઃ અરવલ્લી જિલ્લા દ્વારા RTO કચેરીમાં વાહન અને લાઈસન્સ સંબધિત કામગીરી માટે ઓનલાઈન અપોઈન્ટમેન્ટ પદ્ધતિ ફરજિયાત કરવામાં આવી છે. જેથી લાયસન્સ માટેની કામગીરી અંતર્ગત જે અરજદારોની 21 માર્ચથી 30 જૂન દરમિયાન અપોઈન્ટમેન્ટ આપવામાં હતી, તેઓએ ફરીથી ઓનલાઈન અપોઈન્ટમેન્ટ લેવાની રહેશે. જેમના કાચા લાયસન્સની સમયમર્યાદા 21 માર્ચથી 31 જુલાઇના સમયગાળામાં પૂર્ણ થવાના હોય તેવા ડ્રાયવીંગ લાયસન્સ ટેસ્ટ આપી શકશે. જેના માટે કોઈ વધારાની ફી ભરવાની રહેશે નહી.
આ અંગે અરવલ્લી જિલ્લા RTO અધીકારીએ જણાવ્યું હતું કે, હાલ ફેસલેસ પદ્ધતિથી કેટલીક સેવાઓ મેળવવાનું અમલમાં છે. ત્યારે જે તે સેવા અરજદાર ઘરબેઠા મેળવે તે ઈચ્છનીય છે. આ સેવાઓ મેળવવા અરજદારોએ રૂબરૂ આવવું જરૂરી નથી. પરંતુ ખાસ કિસ્સામાં કચેરીએ રૂબરૂ જવાનો પ્રશ્ન થાય તો ઓનલાઈન અપોઈન્ટમેન્ટ લઈને આવવાનું રહેશે. આંતરરાજય વાહન માલિકી તબદીલ, આર.સી. કેન્સલ, ડીએ, પરત થયેલા લાયસન્સ અને આર.સી. બુક પરત મેળવવા માટે ઓનલાઈન વિકલ્પ ઉપલબ્ધ ન હોવાથી એપોઈન્ટમેન્ટ લેવાની રહેશે નહી.