અરવલ્લીઃ માલપુર તાલુકાના અંતરિયાળ જંગલ વિસ્તારમાં માનસિક અસ્વસ્થ મહિલા ફરતી હોવાની માહિતી જિલ્લા 181 અભયમ ટીમ ને મળતા તેની શોધખોળ આદરી હતી. જંગલ વિસ્તારમાં તપાસ કર્યા બાદ આખરે મહિલા મળી આવી હતી . તેને હૂંફ આપી તેના પરિવાર વિષે પૂછાતા તેને સરનામું જણાવ્યુ હતું. જેના આધારે 181 અભયમ હેલ્પલાઈનની ટીમ ગોધરાના તાલુકાના બોરિયા ગામે પરિવાર સાથે મિલન કરાવતા મહિલાના ત્રણ સંતાનો અને પતિની આંખો હર્ષના આંસુથી ભરાઈ આવી હતી.
181 અભયમ ટીમે ગોધરાની માનસિક અસ્વસ્થ મહિલાનું પરિવાર સાથે મિલન કરાવ્યું - અરવલ્લી 181 અભયમ દ્રારા ગોધરાની માનસિક અસ્વસ્થ મહિલાનુ પરિવાર સાથે મિલન
અરવલ્લી જિલ્લામાં માનસિક રીતે અસ્વસ્થ મહિલાનું 181 અભયમ સેવા દ્વારા તેના પરિવાર સાથે મિલન કરાવાયું હતું. આ મિલનની પળે કરુણાસભર દ્રશ્યો સર્જાયા હતાં.
મહિલાના પરિવારજનોના જણાવ્યા અનુસાર, હોળીના તહેવાર દરમિયાન આ બહેન અગમ્ય કારણોસર ઘરેથી નીકળી ગઇ હતી. ત્યારબાદ પરિવારજનોએ ભારે શોધખોળ હાથ ધરવા છતાં મળી નહોતી. પરિવાર ગરીબ હોવાથી આગળ કોઈ કાર્યવાહી કરી ન હતી. મહિલા એકાએક ગુમ થતા તેના ત્રણ બાળકો અને પતિ બેબાકળા બન્યા હતાં. ત્યારે મહિલાનુ પરિવાર સાથે પુન: મિલન થતા પરિવારજનોએ 181 અભયમ ટીમનો આભાર માન્યો હતો. પરંતુ દારુણ સ્થિતિના પગલે લાચાર બનેલા પરિવાર માટે અરવલ્લી 181 અભયમ ટીમ દેવદૂત બનતા આભાર વ્યક્ત કર્યો હતો.
TAGGED:
માનસિક અસ્વસ્થ મહિલા