અરવલ્લીઃ જિલ્લામાં કોરોના વાઇરસથી 111 લોકો સંક્રમિત થયા છે. ત્યારે કોરોના સંક્રમણનું સૌથી વધુ જોખમ સર્ગભાઓ, ધાત્રી માતાઓ અને નાના બાળકો પર હોય છે, જેથી આવી કોરોનાની કપરી પરિસ્થિતિમાં આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણ કરી તેમના આરોગ્યની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. અરવલ્લીના ગ્રામ્ય વિસ્તારમાં આંગણવાડી કેન્દ્રની કાર્યકર અને તેડાગર બહેનોએ સર્ગભાઓ અને નાના બાળકો કોરોનાથી સંક્રમિત ન થાય તે માટે ખાસ રસીકરણનું આયોજન હાથ ધર્યુ છે.
અરવલ્લીમાં 1545 ભૂલકાઓનું રસીકરણ કરાયું - Corona virus
અરવલ્લી જિલ્લામાં કોરોના વાઇરસથી 111 લોકો સંક્રમિત થયા છે. ત્યારે કોરોના સંક્રમણનું સૌથી વધુ જોખમ સર્ગભાઓ, ધાત્રી માતાઓ અને નાના બાળકો પર હોય છે, જેથી આવી કોરોનાની કપરી પરિસ્થિતિમાં આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણ કરી તેમના આરોગ્યની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. અરવલ્લીના ગ્રામ્ય વિસ્તારમાં આંગણવાડી કેન્દ્રની કાર્યકર અને તેડાગર બહેનોએ સર્ગભાઓ અને નાના બાળકો કોરોનાથી સંક્રમિત ન થાય તે માટે ખાસ રસીકરણનું આયોજન હાથ ધર્યુ છે.
જિલ્લાના કન્ટેન્ટમેન્ટ વિસ્તાર સિવાયના આંગણવાડી કેન્દ્રમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે આરોગ્ય કાર્યકર દ્વારા ફરજીયાત માસ્ક, હેન્ડ ગ્લોવઝ તેમજ હાથ સેનિટાઇઝ કર્યા બાદ જ રસીકરણ કરાય છે. જેમાં જિલ્લામાં અત્યાર સુધી નોંધાયેલ 1545 બાળકો પૈકી 1549 બાળકોને BCG ની રસી, 1616 બાળકોને પેન્ટા-1, ઓરલ પોલીઓ, આઈપીવી-1 રસી, 1025 બાળકોને પેન્ટા-2, ઓરલ પોલીઓ-2 રસી, 1179 બાળકોને પેન્ટા-3, આઈપીવી-2, ઓરલ પોલીઓ-3 રસી જયારે 1553 બાળકોને એમ.આર. રસી આપવામાં આવી છે.
જિલ્લામાં 700થી વધુ આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે, જેમાં દર બુધવારે મમતા દિવસ નિમિત્તે ગામની સર્ગભા, ધાત્રીમાતા, નાના બાળકોને રસીકરણ તેમજ કિશોરીઓ ટેબલેટ વિતરણ અને આરોગ્ય વિષયની જાણકારી આપવામાં આવે છે.