અરવલ્લી: જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે તંત્ર દ્રારા તકેદારી રાખવામાં આવી રહી છે. જેના ભાગરૂપે જાહેર માર્ગો પર મોડાસા નગરપાલિકાના કર્મચારીઓ તેમજ ટાઉન પોલીસ દ્રારા માસ્ક અંગેનું ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યુ છે.
અરવલ્લીમાં માસ્ક ન પહેરનારા 7915 લોકો પાસેથી 15.83 લાખ દંડ વસૂલ કર્યો - માસ્ક ન પહેરનાર વિરૂદ્ધ કાર્યવાહી
જિંલ્લામાં કોરોનાનો વ્યાપ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વધુ જોવા મળી રહ્યો છે જેને લઇનેે કોરોનાનો આંક 270ને પાર પહોંચી ગયો છે. જેથી કોરોનાનું સંક્રમણને અટકાવવા ફરજીયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનો અમલ થાય તે માટે વહિવટીતંત્ર દ્વારા કડક હાથે કાર્યવાહી હાથ ધરી છે.
મોડાસાના ચાર રસ્તા તેમજ ડુઘરવાડા રોડ તપાસ હાથ ધરાતા કેટલાક વાહનચાલકો માસ્ક વિના જોવા મળતા તમને રૂપિયા 200નો દંડ ફટકારવામાં આવ્યો હતો. નોંધનીય છે કે કોવીડ-19નો ફેલાવો અટકાવવા માટે માસ્ક એક હાથ વગો ઉપાય છે. જોકે લોકોમાં જાગૃતિના અભાવને કારણે માસ્ક પહેરવામાં નિષ્કાળજી અને આળસ દાખવવામાં આવી રહી હોવાથી તંત્ર દ્રારા દંડ ફટકારવામાં આવી રહ્યો છે.
સમગ્ર રાજયમાં કોરોનાના વધતા કેસને લઇ માસ્ક પહેર્યા વિના ફરતા લોકો વિરૂધ્ધ કાર્યવાહિ કરવાની સત્તા પોલીસને પણ સોંપવામાં આવી છે. જેમાં પોલીસ વિભાગ સક્રિય થઇ 30 દિવસમાં 5985 લોકો પાસેથી રૂપિયા 11,97,000 દંડ વસૂલ કર્યો છે. જયારે મોડાસા શહેરમાં પણ કોરોના કેસ વધતા નગરપાલિકા દ્વારા શહેરના ડુગરવાડા ચોકડી, ટાઉન હોલ ચાર રસ્તા તેમજ નવિન બસ સ્ટેશન વિસ્તારમાં સ્પેશિયલ ડ્રાઇવ કરી માસ્ક ન ધારણ કરનાર લોકો સામે દંડની કાર્યવાહી શરૂ કરાઇ છે. જેમાં છેલ્લા મે માસ દરમિયાન 337 લોકો પાસેથી રૂપિયા 67,400, જૂન માસમાં 785 લોકો પાસેથી 15,700 જયારે જૂલાઇના છેલ્લા 15 દિવસમાં 810 લોકો પાસેથી 1,62,000 દંડ વસૂલ કરવામાં આવ્યો છે. આમ, મળી કુલ 7915 માસ્ક વિનાના રાહદારીઓ પાસેથી રૂપિયા 15,83,000નો દંડ વસુલ કરાયો છે.