જિલ્લામાં આવેલા બાયડ, મેઘરજ, ભિલોડા, માલપુર તેમજ ધનસુરા તાલુકાઓના ગામડાઓમાં બાળ લગ્ન અટકાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, જિલ્લા બાળ સુરક્ષા કચેરીને બાળ લગ્નની માહિતી અથવા લગ્ન કંકોત્રી દ્વારા માહિતી મળી રહે છે. ત્યારબાદ આ અંગે કચેરી દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. સાથે જ હેલ્પલાઈન 181 તેમ જ પોલીસ અધિકારીઓનો પણ સહયોગ લેવામાં આવે છે.
અરવલ્લીમાં 'બાળલગ્ન નાબૂદી અભિયાન' અંતર્ગત 14 બાળલગ્નો અટકાવાયા - prevention
અરવલ્લી: જિલ્લામાં બાળલગ્ન નાબુદી અભિયાન અંતર્ગત બાળ લગ્ન પ્રતિબંધ કમિટી દ્વારા 14 બાળલગ્ન અટકાવવામાં આવ્યા છે. જેમાં બે માંંથી એક પાત્રની ઓછી ઉંમર હોય તેવા અને બંને પાત્રની ઓછી ઉંમર હોય તેવા 7થી 12 લગ્નનો સમાવેશ થાય છે.
અરવલ્લીમાં 14 બાળ લગ્નોની કરાઈ અટકાયત
બાળ સુરક્ષા અધિકારીઓ બાળ લગ્ન અટકાવવા માટે વર-વધુના માતા-પિતા અને ઘરના વડીલોને સમજાવે છે. તેમજ લગ્નને આગળ વધતા અટકાવે છે. જો લગ્ન થઈ ગયા હોય તો પોલીસ ફરિયાદ પણ કરવામાં આવે છે. આ અંગે ઉંમરના પુરાવાની જરૂર હોય તો પુરાવા માટે તલાટી અથવા જન્મ મરણ નોંધણી કચેરીનો સંપર્ક કરીને યોગ્ય પુરાવા મેળવવામાં આવે છે.