અરવલ્લીઃ અરવલ્લી જિલ્લામાં અત્યાર સુધી કોરોના પોઝિટિવના 112 દર્દીઓ નોંધાયા હતા. જે પૈકી 100 દર્દીઓ કોરોનાને માત આપી ઘરે પરત ફર્યા છે. જ્યારે 9 દર્દીઓ હાલ કોરોનાની સારવાર લઇ રહ્યાં છે. જિલ્લામાં શુક્રવારના રોજ મોડાસા શહેરી વિસ્તારના 70 વર્ષીય વૃધ્ધાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતાની સાથે જિલ્લામાં કોરોનાનો આંક 112 સુધી પહોંચ્યો છે.
અરવલ્લીમાં 100 દર્દી સ્વસ્થ થયાં, 9 લોકો કોરોનાની સારવાર હેઠળ - ઓલ ગુજરાત ન્યૂઝ
અરવલ્લી જિલ્લામાં અત્યાર સુધી કોરોના પોઝિટિવના 112 દર્દીઓ નોંધાયા હતા. જે પૈકી 100 દર્દીઓ કોરોનાને માત આપી ઘરે પરત ફર્યા છે. જ્યારે 9 દર્દીઓ હાલ કોરોનાની સારવાર લઇ રહ્યાં છે. જિલ્લામાં શુક્રવારના રોજ મોડાસા શહેરી વિસ્તારના 70 વર્ષીય વૃધ્ધાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતાની સાથે જિલ્લામાં કોરોનાનો આંક 112 સુધી પહોંચ્યો છે.

આ અંગે વિગત આપતા જિલ્લા આરોગ્ય અધિકારી જણાવ્યું હતું કે, નિયત્રિંત વિસ્તારમાં કોરોના વાઈરસના સંક્રમણ અટકાવવા પૂરતી તકેદારીના ભાગરૂપે આ વિસ્તારમાં આરોગ્યની 3 ટીમો દ્વારા 166 ઘરોની 690 લોકોનું હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી કરવામાં આવી છે. જે પૈકી 8 વ્યક્તિઓને કોરોનાને શંકાસ્પદ કોરાનાના લક્ષણ જણાતા હોમકોરેનન્ટાઇન કરવામાં આવ્યાં છે.
જિલ્લામાં નોંધાયેલ 112 કેસ પૈકી ભિલોડાના 1 અને મોડાસા શહેરના 2 મળી કુલ 3 લોકોના મોત થયા છે. જ્યારે મોડાસાની કોવિડ હોસ્પિટલ વધુ 3 લોકોને રજા આપતા જિલ્લામાં 100 લોકોની સારવાર પૂર્ણ થતાં તેમને ઘરે પરત મોકલવામાં આવ્યાં છે. અરવલ્લીમાં અત્યારે 1514 લોકોને હોમ કોરેન્ટાઇન કરાયા છે.