શામળાજી પોલીસ અને SOG પોલીસે અણસોલ ગામની સીમમાં બાતમીના આધારે
શંકાસ્પદ કારની તપાસ કરતા કારના ગુપ્ત ખાના બનાવી પ્લાસ્ટિકની બેગમાં સંતાડેલા કાશ્મીરી ચરસના 24 પેકેટ મળી આવ્યા હતા.
પોલીસ અને S.O.G. ટીમનું સંયુક્ત ઓપરેશન, 1.20 કરોડનો ચરસનો જથ્થો ઝડપાયો - sarfaraz shaikh
અરવલ્લીઃ જિલ્લાની શામળાજી પોલીસ અને S.O.G. પોલીસે અણસોલ ગામની સીમમાં બાતમીના આધારે વોચ ગોઠવી હતી. ત્યાંથી પસાર થતી કારનs અટકાવી તેની તપાસ કરતા 24.190 કિલોગ્રામ કાશ્મીરી ચરસનો જથ્થો ઝડપાયો હતો. આ સાથે જ 2 ડ્રગ પેડલરની ધરપકડ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શામળાજી પોલીસ અને S.O.G.ની ટીમનું ઓપરેશન,1.20 કરોડનો ચરસનો જથ્થો ઝડપાયો
ઉલ્લેખનીય છે કે, આ જથ્થાની બજાર કિમંત 1.20 કરોડ રૂપિયા જેટલી થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી 2,00,000 કિંમતની કાર તથા 2,500 કિંમતના ૩ નંગ મોબાઈલ તેમજ 38,000 રોકડ રકમ મળી કુલ 1,23,35,500ના મુદ્દામાલ સાથે ગુલશન રાધેશ્યામ ચમાર અને ગોપાલચંદ્ર સુરતરામ કોલીની ધરપકડ કરી હતી.
આ સાથે જ કાશ્મીરી ચરસ ભરી આપનાર ગુલામનબી ગુલામરસુલ વિરુદ્ધ ધી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોફિક સબસ્ટન્સીસ એક્ટ મુજબ ગુનો નોંધાવામાં આવ્યો છે..