ગુજરાત

gujarat

ETV Bharat / state

મોડાસા-હિંમતનગર રોડ: 2 ગમખ્વાર અકસ્માત, 1 સગર્ભા મહિલાનું મોત, 10 લોકો ઘાયલ - one died in an accident

અરવલ્લી: મોડાસાના ખંભીસર ગામ નજીક મોડાસા-હિંમતનગર રોડ પર ટ્રેક્ટર ચાલકે ખેતમજૂર પરિવારને અડફેટે લેતા સગર્ભા મહિલાનું પતિ અને દીકરીની આંખો સામે ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યું હતું. અકસ્માતમાં અન્ય એક સગીર અને અન્ય મહિલા ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડાયા હતા. બીજી બાજુ તે જ માર્ગ પર અન્ય એક અકસ્માત સર્જાયો હતો. ખુમાપુર-કાબોલા નજીક ઇકો વાન પલ્ટી જતા 7 લોકોના ગંભીર ઈજાઓ પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.

૧ સગર્ભા મહિલાનું મોત ૧૦ લોકો ઈજાગ્રસ્ત

By

Published : Nov 24, 2019, 5:43 PM IST

દાહોદ મોરમહુડી ગામના અને ખંભીસર ગામમાં ખેતમજૂર તરીકે કામ કરતા પરિવાર હિંમતનગર-મોડાસા રોડ પરથી પરત ફરતા સમયે હિંમતનગર તરફથી આવતા ટ્રેક્ટરના ચાલકે ખેતમજૂર પરિવારને અડફેટે લેતા 29 વર્ષીય સુરપાબેન સંજયભાઈ મુનિયાનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે સુરેશ દિનેશભાઇ મુનિયા અને સુરાતાબેન ઈશ્વરભાઈ મુનિયાના શરીરે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા.

૧ સગર્ભા મહિલાનું મોત ૧૦ લોકો ઈજાગ્રસ્ત

આ ઉપરાંત મોડાસા-હિંમતનગર રોડ પર ઇકો વાન પલટી ખાઈ ઝાડ સાથે અથડાતા અકસ્માતની ઘટનામાં 7 લોકો ઈજાગ્રસ્ત થયા. અકસ્માતના પગલે દોડી આવેલા લોકોએ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સનો સંપર્ક કરી ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા હતા.

ABOUT THE AUTHOR

...view details