ગુજરાત

gujarat

ETV Bharat / state

આણંદમાં કોરોનાને નાથવા યુવાનનો નાનકડો પ્રયાસ - આણંદ ન્યૂઝ

કોરોના મહામારી ભારત દેશના મહત્તમ ભાગોમાં પ્રસરી ગઈ છે, ત્યારે સંક્રમણ પણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા લોકડાઉનમાં સંક્રમણ પર નિયંત્રિત હતું. પરંતુ તે બાદ જાહેર કરેલા અનલોકમાં કોરોના સંક્રમણ ભયજનક રીતે વધ્યું છે.

aanad
આણંદ

By

Published : Aug 1, 2020, 1:41 PM IST

આણંદ: જિલ્લામાં લોકડાઉનના સમય કરતા અનલોકમાં સંક્રમણે માઝા મૂકી છે, ત્યારે કોરોના સંક્રમિત દર્દીઓનો ગ્રાફ ચિંતાજનક રીતે ઉપર વધી રહ્યો છે. ચરોતરમાં સંક્રમણ હવે શહેર સાથે સાથે ગ્રામ્ય કક્ષાએ પણ વધી રહ્યું છે. બીજી તરફ સરકાર દ્વારા વાઇરસથી બચવા માસ્કનો ઉપયોગ કરવો આવશ્યક કરવામાં આવ્યો છે. આ સાથે જ માસ્ક પહેર્યા સિવાય બહાર નીકળતા નાગરિકો માટે આકરા દંડની પણ જાહેરાત કરી છે.

આણંદમાં કોરોનાને નાથવા યુવાને કર્યો નાનકડો પ્રયાસ
આણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ફેલાતું સંકમણ ગરીબોમાં ન ફેલાય તે માટે આણંદના એક સેવાભાવી યુવાન મોનર્ક પટેલે બીડું ઝડપ્યું છે, મોનર્ક પટેલ દ્વારા આણંદ આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં ગરીબ પ્રજાને વિનામૂલ્યે માસ્કનું વિતરણ કરવામાં આવે છે. જેથી મજૂરી કામે બહાર જતા મજૂરોને કોરોના સંક્રમણનો ભોગ બનતા બચાવી શકાય. આ સાથે મોનર્ક પટેલે ગરીબોને માસ્ક વિતરણ કરવા પાછળ એ પણ હેતુ દર્શાવ્યો હતો કે, સરકારી નિયમ અનુસાર માસ્ક ન પહેરનાર નાગરિકોને શિક્ષાત્મક દંડનો ભોગ બનતા અટકાવી શકાય.મોનાર્ક પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ગરીબો પાસે પૈસા રહ્યા નથી. તે માટે સંક્રમણથી બચવા તેઓ માસ્કની ખરીદી કરી શકતા નથી. આ સાથે જ સરકારી દંડનો પણ તે ભોગ બને છે. ત્યારે આવા જરૂરિયાતમંદને પડ્યા પર પાટા જેવી સ્થિતિ થાય છે. આ મુદ્દે સરકારને અરજ કરતા તેમને જણાવ્યું હતું કે, સરકાર દ્વારા માસ્ક પરના આકરા દંડ પર વિચારણા કરી ગરીબોના હિતમાં નિર્ણય કરવો જોઈએ. મોનર્ક પટેલ જેવા યુવાનો રાષ્ટ્ર હિતના કાર્યો કરી રહ્યા છે, ત્યારે દેશ કોરોના સામેની લડાઈમાં વધુ મજબૂત બની લડી શકશે.

ABOUT THE AUTHOR

...view details