- વિશ્વ દૂધ દિવસ - GCMMFના MDડૉ. સોઢીએ પાઠવી શુભેચ્છા
- પશુપાલન સાથે સંકળાયેલા પશુપાલકોને કરી અપીલ
- ગ્રાહકોને પણ દૂધની પેદાસોની ખપત વધારવા કર્યું આહ્વાન
આણંદ : ગુજરાત કો ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ( GCMMF )ના MD આર. એસ. સોઢીએ વિશ્વ દુધ દિવસની કરોડો પશુપાલકોને શુભેચ્છા પાઠવી હતી. દુનિયાના 24 કરોડ પશુપાલકોના 120 કરોડ પરિવાજનોને બાબતે સોઢીએ જણવ્યું હતું કે, તમારી મહેનતથી તમે સમગ્ર વિશ્વના 7000 કરોડ લોકોને દુધની જરૂરિયાત પૂરી કરી રહ્યા છો અને બીજી તરફ કરોડો લોકોને રોજગાર આપવા બદલ પશુપાલકોને અભિનંદન આપ્યા હતા. ભારતમાં દુધનો 8 લાખ કરોડનો દુધનો ગ્રોથ છે. જેથી 10 કરોડ પરિવારોની આજીવિકા ચાલે છે. ભારતનો ડેરી વ્યવસાય સૌથી વધુ અસરકારક છે. જેમાં ગ્રાહકના 70થી 80 ટકા રૂપિયા પશુપાલક પાસે પરત જાય છે.
GCMMFના MD ડૉ. આર. એસ. સોઢીએ પશુપાલકોને પાઠવી શુભેચ્છા દેશના 10 કરોડ પશુપાલકોને દુધના વ્યવસાયને નવી ઉંચાઇએ લઇ જવા માટેની પ્રતિજ્ઞા લેવા આહ્વાન કર્યું
GCMMF MD ડૉ. આર. એસ. સોઢીએ જણાવ્યું હતુ કે, દેશના 10 કરોડ પશુપાલકોને પ્રતિજ્ઞા લેવા આહ્વાન કર્યું હતુ કે, દેશમાં ચાલતા દુધના વ્યવસાયને નવી ઉંચાઇએ લઇ જવા આહ્વાન કર્યું હતું. આપણી આવનારી પેઢી પણ આ વ્યવસ્યાને આગળ વધારે અને યોગ્ય ગુણવતા અને વ્યાજબી ભાવે ગુધ ગ્રાહકો સુધી પહોંચાડે સાથે જ ગ્રાહકોને પણ પ્રતિજ્ઞા લેવા આહ્વાન કર્યુ હતુ કે, યોગ્ય કિંમતે દુધની ખરીદી કરે અને દુધનો વપરાશ વધારે. મંગળવારના રોજ વિશ્વ ભારતના ડેરી ઉદ્યોગ સાથે જોડાવા ઇચ્છી રહ્યુ છે. વિશ્વની MNC જે મુજબ ભારતમાં મિલાવટી દુધના વપરાશ વધારવા માટે પ્રયત્નો કરી રહ્યુ છે, તેમને આવા દુધને પ્લાન્ટમાં બનતા દુધના નામે જાહેરાતો કરી રહ્યા છે. આજે વિશ્વ દુધ દીવસ નિમિત્તે ભારતના 10 કરોડ પશુપાલકો દ્વારા 135 કરોડ પશુપાલકોને પોષણ પુરુ પાડતા ડેરી ક્ષેત્રને આગળ લાવવા જણાવ્યું હતું.