આ પ્રસંગે આણંદ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન આપતા સરકાર દ્વારા મહિલાઓ માટે ચાલુ કરાયેલી યોજનાઓ વિશે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે લીલાબેનને અભિનંદન આપતા જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાંથી શક્તિશાળી મહિલાઓનું એક લીસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં મહિલા આયોગના અધ્યક્ષ લીલાબેનનું નામ પણ સમાવિષ્ટ છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતના ભુતપૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલનું પણ નામ આ યાદીમાં છે.
આણંદમાં રાજ્ય મહિલા આયોગ દ્વારા કાયદા શિબિર અને નારી સંમેલનનું આયોજન કરાયું - latest news of anand
આણંદ: ગુજરાત રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ લીલાબેન અંકોડિયાના અધ્યક્ષ સ્થાને ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે કાયદાકીય શિબિર અને નારી સંમેલનનું આણંદના ટાઉનહોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આણંદ જિલ્લા વિકાસ અધિકારી આશિષ કુમાર, આણંદ જિલ્લાના સાંસદ મિતેશ પટેલ, સહિત મોટી સંખ્યામાં સમગ્ર જિલ્લામાંથી આવેલ મહિલાઓએ ભાગ લીધો હતો.
આણંદમાં વહીવટી તંત્ર અને રાજ્ય મહિલા આયોગ દ્વારા કાયદા શિબિર અને નારી સંમેલનનું આયોજન
આ પ્રસંગે લીલાબેને મહિલાઓને વિવિધ કાયદાનું તથા સરકાર દ્વારા ચાલુ કરેલી યોજનાઓની વિસ્તૃત જ્ઞાન આપી મહિલાઓને કાયદાકીય રીતે વધુ મજબૂત બનાવવા તથા સરકાર દ્વારા આપવામાં આવતા લાભને લેવા માટે અનુરોધ કર્યો હતો.