આણંદ જિલ્લામાં મધ્યરાત્રિ બાદ અને પરોઢીયે ફુલગુલાબી ઠંડીનો અણસાર સ્થાનિકો અનુભવી રહ્યા છે. જેથી જિલ્લામાં વસતા સ્વાસ્થ્યપ્રેમીઓ ધીમે ધીમે મોર્નિગ વોકમાં નીકળતા હોવાનું જોવા મળી રહ્યું છે.
ઠંડીની સિઝન જામતી હોવા છતાં પણ મહત્તમ તાપમાનનો પારો સામાન્ય રહેવાના કારણે દિવસ દરમિયાન ઠંડીની અસર વર્તાતી નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે મહત્તમ તાપમાન 31 ડિગ્રી, લઘુત્તમ 17, ભેજનું પ્રમાણ 88 ટકા અને પવનની ઝડપ 1.5 પ્રતિ કલાક રહી છે.
ચરોતરમાં શિયાળાનો માહોલ જામ્યો લઘુત્તમ પારો ગબડ્યો ઉલ્લેખનીય છે કે, નવેમ્બરના પ્રારંભમાં આવેલા બે વાવાઝોડાની કલાઈમેટ ઇફેકટના કારણે ચરોતરમાં પણ માવઠા પડ્યા જેના કારણે શિયાળાના બદલે ચોમાસાનો માહોલ છવાયો હતો. જેથી શિયાળો સરખો જામયો ન હતો જે ના કારણે હજી પણ દિવસના કેટલાક સમય દરમિયાન વાદળછાયું વાતાવરણ રહે છે.
હવામાન ખાતા દ્વારા આગામી અઠવાડિયાની શરૂઆતથી મહતમ તાપમાનનો પારો ગગડવા સાથે લઘુતમ પારો પણ 11થી 14ની આસપાસ પહોંચશે તેવી સંભાવનાઓ દાખવામાં આવી રહી છે. જેથી પ્રારંભિક ઠંડીનો અનુભવ થવા સહિત શિયાળુ માહોલ જામશે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે.