આણંદ: કોંગ્રેસ તેના ધારાસભ્યોને સાચવવાની રેસમાં છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા વિવિધ ઝોનમાં ધારાસભ્યોને કોર્ડન કરવામાં આવ્યા છે. જેમાં આણંદ જિલ્લામાં મધ્ય ગુજરાતના 10 જેટલા ધારાસભ્યોને વડોદરા આણંદ જિલ્લાની હદ પર આવેલા ઉમેટા પાસે (એરિસ રિવર સાઈડ) મહીસાગર નદીના કિનારે બે ફાર્મ હાઉસમાં રાખવામાં આવ્યા છે.
શું ધારાસભ્યો આજે રાજસ્થાન જવા નીકળશે! - એરિસ રિવર સાઈડ
કોંગ્રેસ તેના ધારાસભ્યોને સાચવવાની રેસમાં છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા વિવિધ ઝોનમાં ધારાસભ્યોને કોર્ડન કરવામાં આવ્યા છે. જેમાં આણંદ જિલ્લામાં મધ્ય ગુજરાતના 10 જેટલા ધારાસભ્યોને વડોદરા આણંદ જિલ્લાની હદ પર આવેલા ઉમેટા પાસે (એરિસ રિવર સાઈડ) મહીસાગર નદીના કિનારે બે ફાર્મ હાઉસમાં રાખવામાં આવ્યા છે.
એક તરફ આણંદમાં રાખવામાં આવેલા ધારાસભ્યો જે ફાર્મહાઉસમાં રાખવામાં આવ્યા છે. તે મિલકત ત્રણ દિવસ માટે ભાડે રાખવામાં આવી હોવાની જાણકારી મળી રહી છે. ત્યારે બીજી તરફ કૉંગ્રેસ દ્વારા ધારાસભ્યોને રાજેસ્થાન ખસેડવામાં આવે તેવી ચર્ચાએ પણ વેગ પકડ્યો છે.આજે આણંદમાં રાખવામાં આવેલ મદયગુજરાતના ધારાસભ્યોને આ સ્થળ પરથી ખસેડવામાં આવશે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે.
હાલ રાજ્યસભાના કોંગ્રેસના બીજા નંબરના ઉમેદવાર ભરતસિંહ સોલંકી ધારાસભ્યો સાથે ફાર્મહાઉસમાં આવી ચુક્યા છે. ધારાસભ્યો સાથે આગામી રણનીતિની ચર્ચાઓ ચાલી રહી છે, સાથે જ રિસોર્ટ રાજકારણ સાથે એકડા બગડા નું ગણિત ચાલું થયું હોય તેમ દેખાય રહ્યું છે.કોંગ્રેસ તેના બંને દિગ્ગજ નેતાઓને રાજ્યસભામાં પહોંચાડવા માટે અથાગ પ્રયત્ન કરી રહ્યું છે. ત્યારે આગામી દિવસોમાં રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસ કેવી રીતે આગળ આવે છે તે જોવું રહ્યું.