ગુજરાત

gujarat

ETV Bharat / state

અમૂલ નિયામક મંડળની ચૂંટણી માટે મતદાન શરૂ, રાજકીય પક્ષોનો દબદબો

આણંદ જિલ્લામાં વિશ્વ વિખ્યાત અમૂલ ડેરીના નિયામક મંડળની શનિવારના રોજ ચૂંટણી શરૂ થઈ છે, ત્યારે મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. અમૂલ ડેરીમાં 13 બેઠકો પર ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાંથી ઠાસરા બેઠકમાંથી અમૂલના વર્તમાન ચેરમેન રામસિંહ પરમાર બિન હરીફ બન્યા હતા તથા બોરસદ બેઠક પર રાજેન્દ્રસિંહ પરમારને અન્ય ઉમેદવારોએ ટેકો જાહેર કરી દેતા અન્ય 11 બેઠક પર મતદાન યોજાઈ રહ્યું છે.

અમુલ નિયામક મંડળની ચૂંટણી શરૂ મતદારોમાં ઉત્સાહ
અમુલ નિયામક મંડળની ચૂંટણી શરૂ મતદારોમાં ઉત્સાહ

By

Published : Aug 29, 2020, 12:09 PM IST

આણંદઃ જિલ્લામાં અમૂલ ડેરીના પરિસરમાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે, જેમાં બ્લોક વાઇસ સોશિયલ ડિસ્ટનસિંગ સાથે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.

અમુલ નિયામક મંડળની ચૂંટણી શરૂ મતદારોમાં ઉત્સાહ

આણંદ બેઠક માટે સૌથી વધુ 5 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. જેમાં ઉમરેઠ અને આણંદ વિધાનસભા બેઠકના ધારાસભ્યો ભાજપના ગોવિંદભાઇ પરમાર અને કૉંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમાર સામસામે ટક્કર થઈ રહી છે. જ્યારે માતર બેઠકમાંથી કેશરીસિહ સોલંકીએ અમૂલ નિયામક મંડળમાં ઝંપલાવ્યું છે.

અમુલ નિયામક મંડળની ચૂંટણી શરૂ, મતદારોમાં ઉત્સાહ

હાલ અમૂલના પૂર્વ ચેરમેન રામસિંહ પરમાર ઠાસરા બેઠક પર બિન હરીફ આવ્યા છે. આ સાથે જ પૂર્વ વાઇસ ચેરમેન રાજેન્દ્રસિંહ પરમારને બોરસદ બેઠકના અન્ય ઉમેદવારોએ એક દિવસ અગાઉ ટેકો જાહેર કરી દેવામાં આવતા એમની જીત પણ નિશ્ચિત ગણી શકાય.

અમુલ નિયામક મંડળની ચૂંટણી શરૂ મતદારોમાં ઉત્સાહ

હવે બાલાસિનોર, આણંદ, માતર, નડિયાદ, કપડવંજ, પેટલાદ, ખંભાત, વીરપુર, મહેમદાવાદ, કઠલાલ બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details