- 12000ની વસ્તી ધરાવતા મહેળાવ ગામમાં આજથી સ્વૈચ્છિક લોકડાઉન
- ગામમાં 36 કલાકમાં 2 વ્યક્તિઓ ન થાય મોત
- અત્યાર સુધીમાં 40થી 50 લોકો આવી ચુક્યા છે કોરોના પોઝિટિવ
આણંદ : મહેળાવ ગામમાં 12000ની વસ્તી છે. પેટલાદ તાલુકાના મુખ્ય ગામોમાં સમાવેશ થતું ગામ છે, અહીં આરોગ્યલક્ષી સેવા માટે સરકારી દવાખાનું છે. જ્યાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્દ્ધ છે, પરંતુ કોરોનાથી બચવા માટે ગામ લોકોને અન્ય હોસ્પિટલમાં સારવાર માટે દોડવું પડી રહ્યું છે. ઘણા કિસ્સામાં હોસ્પિટલમાં રેપીડ અને RT-PCR ટેસ્ટ માટેના અપૂરતા જથ્થાને કારણે આ હોસ્પિટલમાં સારવાર અને ટેસ્ટિંગ માટે નિર્ભર રહેતા દર્દીઓને અન્ય હોસ્પિટલમાં અથવા ખાનગી વ્યવસ્થાનો લાભ લેવો પડી રહ્યો છે. સ્થાનિકોની માગ છે કે, આ મહામારીની સ્થિતિએ સરકારી હોસ્પિટલમાં જરૂરી સુવિધાઓ કાયમ માટે ઉપલબ્દ્ધ રહે તેવી માગ કરી હતી.
આ પણ વાંચો : વિરમદળ ગામમાં સ્વૈચ્છિક લોકડાઉનના લીધે માત્ર 2 જ એક્ટિવ કેસ
ગામમાં 10 જેટલા લોકોનો કોરોનાએ લીધો ભોગ : સરપંચ
ગામના સરપંચ પ્રવીણ પટેલ સાથે થયેલી વાતચીતમાં જાણવા મળ્યું હતું કે, મહેળાવ ગામમાં કોરોનાના સમય દરમિયાન 40થી 50 જેટલા ગામના લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચુક્યા છે. ગામમાં અંદાજે 10 જેટલા લોકો કોરોનામાં જીવ ગુમાવી ચુક્યા છે. છેલ્લા 36 કલાકમાં 2 વ્યક્તિએ કોરોનામાં જીવ ગુમાવ્યો છે. સરપંચના જણાવ્યા પ્રમાણે મહેળાવ ગામ પર આસપાસના 6થી વધુ ગામો નિર્ભર કરે છે. તાલુકા પંચાયતની મહેળાવ બેઠકમાં 25000 કરતા વધારે સ્થાનિકો વસવાટ કરે છે માટે આ ગામમાં કોરોના મહામારી માટે જરૂરી માળખાકીય સુવિધાઓ ઉભી કરવામાં આવે તે આવશ્યક બને છે.
આ પણ વાંચો : ગિરિમથક સાપુતારામાં નાના વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન