ગુજરાત

gujarat

ETV Bharat / state

આણંદ જિલ્લાના વધુ એક ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર - AANAND NEWS

આણંદ જિલ્લામાં કોરોના સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યું છે, જિલ્લામાં છેલ્લા 7 દિવસમાં 534 લોકો કોરોના સંક્રમિત થયા હતા. ફક્ત એપ્રિલ મહિનાની શરૂઆતના 19 દિવસોમાં કુલ 844 દર્દીઓ કોરોના સંક્રમિત સરકારી ચોપડે નોંધાઇ ચૂક્યા છે, જેને જોતા શહેરી વિસ્તારો સાથે ગ્રામ્ય કક્ષાએ પણ કોરોના સંક્રમણમાં વધારો જોવા મળી રહ્યો છે. જેને લઈને જિલ્લામાં હવે ગ્રામ્ય કક્ષાએ સ્થાનિક આગેવાનો દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું છે.

આણંદ જિલ્લાના વધું એક ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર
આણંદ જિલ્લાના વધું એક ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર

By

Published : Apr 21, 2021, 3:17 PM IST

Updated : Apr 21, 2021, 5:40 PM IST

  • વલાસણ ગામમાં ગ્રામ પંચાયતે સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું
  • ગામના વડીલો, સભ્યો અને વેપારીઓએ સાથે મળીને કર્યો નિર્ણય
  • સવારે 6 કલાકથી બપોરે 12 કલાક સુધી બજારો ખુલ્લા રહેશે
  • વલાસણ મેલડી માતાજી મંદિર પણ 30 એપ્રિલ સુધી રહેશે બંધ

આણંદઃ જિલ્લામાં કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે. જિલ્લાના વિવિધ ગામોમાં અગેવાનો અને નાગરિકો દ્વારા પોતાના ગામમાં કોરોના સંક્રમણની ચેઈન તોડવા ક્યાંક સંપૂર્ણ તો ક્યાંક આંશિક લોકડાઉનના નિર્ણયો લઈ લોકોની સલામતી માટેના પ્રયત્નો કરવાામાં આવી રહ્યા છે. જિલ્લાના ગામોમાં કોરોનાગ્રસ્ત દર્દીઓ સરકારી કે ખાનગી હોસ્પિટલમાં જ્યાં સુવિધાઓ મળી રહે ત્યાં સારવાર મેળવી રહ્યા છે. સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓ પોતાની વ્યક્તિગત વ્યવસ્થા સાથે હોમ ક્વોરેન્ટાઇન થઇ રહ્યાં છે.

સવારે 6 કલાકથી બપોરે 12 કલાક સુધી બજારો ખુલ્લા રહેશે

સરપંચ જગદીશભાઈ પરમાર દ્વારા પણ ગ્રામજનોને જાહેર અપીલ

બોરસદ તાલુકાના જંત્રાલમાં પણ સરપંચ જગદીશભાઈ પરમાર દ્વારા પણ ગ્રામજનોને જાહેર અપીલ કરવામાં આવી છે. સ્વૈચ્છિક લોકડાઉનનો અમલ કરવા માટે જણાવવામાં આવ્યું છે. જે મુજબ આગામી 26 માર્ચ સુધી સ્વૈચ્છિક લોકડાઉન રાખવાનું નિશ્ચિત કરવામાં આવ્યું છે. આવશ્યક ધારા હેઠળ સિવાયના તમામ ધંધા રોજગાર ત્રણ દિવસ એટલે કે 19, 20 અને 21 એપ્રિલના રોજ સંપૂર્ણ રીતે બંધ રાખવામાં આવ્યા છે. જેની મુદ્દત આવતીકાલે 21 એપ્રિલે પૂર્ણ થશે. ત્યારબાદ 22 થી 26 એપ્રિલ સુધી બપોરના 12 વાગ્યા સુધી ધંધા રોજગાર ખુલ્લા રાખી શકશે. 12 કલાક બાદ ફરજિયાત અને ચુસ્તપણે લોકડાઉન અમલમાં રહેશે. લોકડાઉનનો ભંગ કરનાર કોઈપણ વ્યક્તિ પાસેથી 500 રૂપિયા દંડ વસૂલવામાં આવશે. તેમજ કાનુની કાર્યવાહી કરવા સુધી પણ પગલાં લેવામાં આવશે તેમ જાહેર જનતા જોગ જાણકારી આપવામાં આવી છે.

વલાસણ મેલડી માતાજી મંદિર પણ 30 એપ્રિલ સુધી રહેશે બંધ

આ પણ વાંચોઃ ભુજ APMCમાં સ્વૈચ્છિક લોકડાઉન, 30 એપ્રિલ સુધી બંધ રહેશે

બપોરે 12 કલાકથી સવારે 6 કલાક સુધી બજારો સંપૂર્ણ બંધ રહેશે

આણંદ જિલ્લાના વધું એક ગામમાં પણ સ્વૈચ્છિક લોકડાઉન આપવામાં આવ્યું છે. આણંદ તાલુકાના વલાસણ ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન આપવામાં આવ્યું છે. સરપંચના જણાવ્યા મુજબ વધતાં જતા સંક્રમણને ધ્યાનમાં રાખીને ગ્રામ પંચાયત અને ગામના આગેવાનો તેમજ ગામના વડીલો, સભ્યો અને વેપારીઓએ સાથે મળીને સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કર્યો છે. જે મુજબ સવારે 6 કલાકથી બપોરે 12 કલાક સુધી બજારો ખુલ્લા રહેશે. ત્યારબાદ બપોરે 12 કલાકથી સવારે 6 કલાક સુધી બજારો સંપૂર્ણ બંધ રહેશે. મહત્વનું છે કે વલાસણની પ્રસિદ્ધ મેલડી માતાજી મંદિર પણ આગામી 30 એપ્રિલ સુધી બંધ રહેશે.

ગામના વડીલો, સભ્યો અને વેપારીઓએ સાથે મળીને કર્યો નિર્ણય

સોજીત્રા તાલુકાના બાલીન્ટા ગામે 15 દિવસ માટે સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું

સોજીત્રા તાલુકાના બાલીન્ટા ગામે અચાનક શંકાસ્પદ કેસો જણાતા આગોતરી તકેદારીના ભાગ રૂપે સરપંચ, સભ્યો અને આગેવાનો દ્વારા નક્કી કરી 15 દિવસ માટે સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું છે. સોજીત્રાના બાલીન્ટા ગામે ગ્રામ પંચાયત દ્વારા માત્ર સવારના 6 કલાકથી બપોરના 12 કલાક સુધી વેપાર-ધંધા ચાલું રાખવા માટે જણાવ્યું છે. ત્યારબાદ સંપૂર્ણ બજાર બંધ રહેશે અને બીજા દિવસે સવારે 6 કલાકે બજાર ખોલવા માટે ગામના દુકાનદારો અને શાકભાજીના લારીવાળાને જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત ગામમાં બહારથી વસ્તુઓ વેચવા માટે આવતા ફેરીયાઓને પણ ગામમાં પ્રવેશવા ઉપર પ્રતિબંધ લગાવ્યો છે.

આ પણ વાંચોઃ વલસાડમાં મંગળવારથી શરૂ થયેલા સ્વૈચ્છિક લોકડાઉનને મિશ્ર પ્રતિસાદ

જિલ્લાના અન્ય ગામોમા સ્વૈચ્છિક લોકડાઉન અમલી થઇ યૂક્યું છે

ઉલ્લેખનીય છેકે જિલ્લામાં અગાઉ પણ સારસા, ધર્મજ, મલાતજ, ચાંગા, પીપડાવ, ભડકદ, પણશોરા, વિરસદ, વાસદ, સુંદરના, રાસનોલ, વહેરાખાડી જેવા ઘણા ગામોએ કોરોના સંક્રમણની ચેઇનને તોડવા સ્વૈચ્છિક લોકડાઉન અમલી કરી ચુક્યા છે અને ત્યાં પ્રજાએ મહદ અંશે આ લોકડાઉનને સમર્થન પણ આપ્યું હતું. 20 એપ્રિલે જિલ્લા અધિક કલેકટર દ્વારા આણંદ જિલ્લામાં 11 પૈકી 7 નગરપાલિકા અને તારાપુર પંચાયત વિસ્તારમાં પણ જાહેરનામું બહાર પાડીને 5 વાગ્યા બાદ બજાર બંધ કરવા જાહેરાત કરવામાં આવી હતી. જે ગણતરીની મિનિટોમાં જાહેરનામું રદ કરીને 13 તારીખે લાગુ કરેલું જાહેરનામું યથાવત રાખ્યું હતું. જેમાં ફક્ત આણંદ નગરપાલિકા હદ વિસ્તારમાં રાત્રી કરફ્યૂની સ્થિતિ યથાવત રાખવામાં આવી છે.

Last Updated : Apr 21, 2021, 5:40 PM IST

ABOUT THE AUTHOR

...view details