- વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા વિદ્યાનગર ખાતે છાત્રાલયનો શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો
- મુખ્યપ્રધાન વિજય રૂપાણી રહ્યા ઉપસ્થિત
- સંતો અને રાજકીય આગેવાનોની ઉપસ્થિતીમાં યોજાયો કાર્યક્રમ
આણંદ: વિદ્યાનગર ખાતે ગુરૂવારના રોજ વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા નિર્મિત છાત્રાલયના શિલાન્યાસ વિધિ પ્રસંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણી હાજર રહ્યાં હતાં. પ્રથમ તેઓ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના નિવાસ સ્થાને ગયાં હતાં. જ્યાં તેઓએ વૃક્ષારોપણ કર્યું હતું. બાદમાં શિલાન્યાસ વિધિમાં ભાગ લીધો હતો અને તેઓના હસ્તે ભૂમિપૂજન કરાયું હતું. બાદમાં તેઓએ સભા સંબોધી હતી. જેમાં તેઓએ વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા કોરોનાકાળ દરમિયાન કરેલી સેવાઓ અને સમાજ ઉપયોગી કરેલા કાર્યોને બિરદાવ્યાં હતાં.
સમાજમાં શિક્ષણ અંગે જાગૃતિ લાવવા નિઃશુલ્ક છાત્રાલયનું થશે નિર્માણ
વિદ્યાનગર ખાતે સંપ્રદાય દ્વારા શરૂ કરવામાં આવેલા છાત્રાલય નિર્માણના કાર્યને પ્રસંશા કરતાં વિજય રૂપાણીએ ઉમેર્યું હતું કે, દેશના નિર્માણમાં શિક્ષિક યુવાનોની જરૂર છે. જે ભગીરથ કાર્ય વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના છાત્રાલયમાં થશે. અહીં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને નિઃશુલ્ક રહેવા અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જે વિદ્યાર્થીઓના પરિવાર માટે પણ ચિંતાનું ભારણ ઓછું કરશે અને વિદ્યાર્થી મુક્તમને અભ્યાસ પર વધુ ધ્યાન આપી શકશે. જે ઉજ્જવળ ભવિષ્ય અને દેશઉન્નતિ તરફ દોરી જશે. તેમણે ઉમેર્યું હતું કે, મારો પુત્ર અમદાવાદમાં અભ્યાસ કરતો ત્યારે ગુરુકુળમાં રહીને અભ્યાસ કરતો.