ટ્રક ડ્રાઇવર લૂંટાયાનો વીડિયો થયો વાયરલ, આણંદ પોલીસ તપાસ શરુ કરી - આણંદના તારાપુર વટામણ હાઇવે પર
આણંદ જિલ્લામાંથી પસાર થતો વાસદ બગોદરા હાઇવે સૌરાષ્ટ્ર અને ગુજરાત મહારાષ્ટ્રને જોડતો મુખ્ય ધોરીમાર્ગ છે. જે કાયમ ભારે ટ્રાફિકજામથી ધમધમતો રહે છે. જે લોકડાઉન દરમિયાન પણ ચાલુ રાખવામાં આવ્યો છે, ત્યારે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે.
આણંદઃ આજે સવારથી સોશિયલ મીડિયામાં આણંદના તારાપુર વટામણ હાઇવે પર ટ્રક લૂંટાઈ હોવાનો ચોંકાવનારો વીડિયો વાયરલ થયો છે. જેમાં ચાર પાંચ ટ્રક ડ્રાઇવર તેમની આપવીતી કહી રહ્યા હોય તેમ લૂંટની ઘટના અને લૂંટમાં ગુમાવેલા સામાન અંગે જાણકારી આપી રહ્યા છે. સાથે જ લૂંટારુંઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં પહોંચેલ ઇજાઓની પણ જાણકારી આપી રહ્યા છે. સવારમાં બનેલી ઘટનાનો વીડિયો વાઇરલ થતા જિલ્લા પોલીસ વડાએ ત્વરિત તપાસના આદેશ આપ્યા હતા. ત્યારે લોકડાઉનમાં આવી લૂંટનો સીલસીલો ચલાવનાર ટોળકીને પકડી પાડવા પોલીસ અધિક્ષક દ્વારા જાહેર કરવામાં આવેલા હુકમ બાદ તંત્ર દોડતું થયું છે.