- મ્યુકરમાઇક્રોસિસની બીમારીએ પરિવારની મુસીબત વધારી
- ઘરના આધાર સમા વિમલ દોશી પર થઈ 7થી વધુ સર્જરી
- સામાન્ય પરિવારે 41.75 લાખનો ખર્ચ કર્યો
આણંદઃ મૂળ રાજકોટના અને છેલ્લા થોડા વર્ષોથી અમદાવાદમાં સ્થાયી થયેલા દોશી પરિવારે કોરોના અને મ્યુકરમાઇકોસિસ(Mucormycosis)બન્ને બીમારીઓની આર્થિક, માનસિક અને શારીરિક આપદાનો સામનો કરવાનો વારો આવ્યો છે. જેમાં પરિવારની આર્થિક અને માનસિક સ્થિતિ ડામાડોળ બની ગઈ છે.
આ પણ વાંચોઃરાજ્ય સરકાર મ્યુકરમાઇકોસિસની સારવાર માટે સજ્જ, બાળકો માટે અલગ બેડની વ્યવસ્થા
કોરોના મહામારીની ઝપેટમાં આખું દોશી પરિવાર સપડાયું હતું
સામાન્ય વર્ગમાંથી આવતા દોશી પરિવારના મોભી એવા વિમલભાઈ ખાનગી ફાર્મા કંપનીમાં એમ.આર.તરીકે નોકરી કરતા હતા. કોરોના મહામારીની ઝપેટમાં આખું દોશી પરિવાર સપડાયું હતું.
વિમલભાઈની સ્થિતિ ગંભીર બનતા તેમને 40થી 45 દિવસ સુધી હોસ્પિટલમાં સારવાર લીધી હતી
શરૂઆતના સમયમાં પરિવારે હોમ ક્વોરન્ટાઇન રહી કોરોનાને હરાવ્યો હતો. પરંતુ વિમલભાઈની સ્થિતિ ગંભીર બનતા તેમને 40થી 45 દિવસ સુધી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. તે દરમિયાન તે કોરોનાને હરાવી મ્યુકરમાઇકોસિસનો ભોગ બન્યા અને આજે 7 મહિના જેટલા લાંબા સમયથી આ બીમારી સામે મક્કમ મનોબળથી લડી રહ્યા છે.
વિમલભાઈ પર એક બાદ એક 7 જેટલી સર્જરી થઈ ચૂકી છે
વિમલભાઈના પરિવાર પર આવી પડેલી આ મુસીબતમાં પરિવાર ખુબજ નાજુક આર્થિક સંકડામણમાંથી પસાર થઈ રહ્યો છે. વિમલભાઈ પર એક બાદ એક 7 જેટલી સર્જરી થઈ ચૂકી છે. અત્યારસુધી દોશી પરિવાર દ્વારા 41.75 લાખનો ખર્ચ કરી ચૂક્યો છે. હજુ પરિવારના જણાવ્યા પ્રમાણે 10થી 12 લાખનો ખર્ચ કરવો પડે તેમ છે.
વિમલ દોશીને દિવાળીમાં કોરોના થયો હતો. કોરોનાની સારવાર લીધી ત્યારબાદ મ્યુકરમાઇક્રોસિસ થયો હતો. તેના માટે તેમણે 7થી 8 હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લીધી હતી. આ ટ્રીટમેન્ટ પછી તેઓ મારી પાસે શરીરનો દુઃખાવાને લઇને સારવાર માટે આવ્યા હતા.
શરીરના દુઃખાવાને લઇને અમે સીટીસ્કેન અને એમઆરઆઇ દ્વારા તપાસ કરીતો ખબર પડી કે મ્યુકરમાઇક્રોસિસ માથામાં ફેલાઇ ગયો છે. તેના લીધે ઓક્સુમાલિટીસ થઇ ગયો છે. ઓક્સુમાલિટીસ એ મ્યુકરમાઇક્રોસિસ પછી રેર કેસમાં થાય છે. આ વર્લ્ડ લિટરેચરમાં ત્રીજો તેનો કેસ છે. ભારતના લિટરેચરમાં હજુ સુધી પોસ્ટ મ્યુકરમાઇક્રોસિસ ફ્રન્ટલ ઓક્સુમાલિટીસનો કોઇ કેસ નોંધાયો નથી.
આ વિશે તેમના પરિવાર સાથે વાત કરીને તેમની સર્જરી કરવામાં આવી. જેમાં માથાનો આગળનો ભાગ કાઢી નાખ્યો અને મગજ અને નાક વચ્ચે સ્ક્રલબેઝ રહે છે તેને પણ કાઢીને રેઇનફોર્સ કર્યો હતો. તે પછી તેને ઇન્જેક્શન લાઇપોઝોમલ એમ્ફોટરીશીન-બી પર રાખવામાં આવ્યા. આ ઇન્જેક્શનનો ડોઝ વધારીને 6 અઠવાડિયા માટે આપ્યો. ત્યારબાદ ફરી એમઆરઆઇ કરવામાં આવી તેમાં ઘણો ફરક જોવા મળ્યો હતો.
હવે તેમને ઇન્જેક્શન આપવામાં આવતા નથી. પોસાગોનાઝોન દવા પર જ રાખવામાં આવે છે. તેમની ક્લીનીકલ કન્ડીશન સ્ટેબલ છે. તેમને હજુ પણ 3થી 4 સર્જરીની જરૂર છે. જેમાં ઇએનટી લીબ્રાઇમેન્ટ છે. બાકી જે સ્કલબોન કાઢ્યા છે તે ભવિષ્યમાં ટાઇટેનિયમ ઇન્પ્લાન્ટથી રિપ્લેસ કરવાના છે. તેને આ કન્ડીશનમાં દર્દીને સ્કલ અને ફોરહેડમાં સ્વેલિંગ થયુ તે પેઇનફુલ હતું. ઓપરેશન દરમિયાન સ્કીનને હટાવી તો બોર્નમાંથી સતત પરૂ નીકળી રહ્યું હતું- ડો. સંદિપ માવાણી, ન્યુરોસર્જન ઝાયડસ હોસ્પિટલ
ઘણા કિસ્સામાં લોકો નિયમો નેવે મૂકી મહામારીની ગંભીરતા સમજતા નથી