ગુજરાત

gujarat

ETV Bharat / state

ચારુતર વિદ્યામંડળને મળ્યો યુનિવર્સિટીને દરજ્જો, પ્લેટીનમ જ્યુબીલીની ઉજવણીમાં ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુની ઉપસ્થિતિ - latest education news

આણંદઃ ચરોતરના સપૂત સરદાર વલ્લભભાઇ પટેલની પ્રેરણા અને પ્રોત્સાહનથી ચારુતર વિદ્યામંડળના આદ્ય સ્થાપકો ભાઇકાકા અને ભીખાભાઇ સાહેબ દ્વારા શિક્ષણને સમર્પિત એક નગરની રચના કરવામાં આવી હતી. તેવા નગરના આંગણે ઉપરાષ્ટ્રપતિ વૈકેયા નાયડુ અને મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીની ઉપસ્થીતીમા ચારૂતર વિદ્યામંડળના પ્લેટીનમ જયુબીલી મહોત્સવની ઉજવણી કરવામા આવી.

charutar
ચારુતર વિદ્યામંડળને મળ્યો યુનિવર્સિટીને દરજ્જો, પ્લેટીનમ જ્યુબીલીની ઉજવણીમાં ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુની ઉપસ્થિતિ

By

Published : Dec 15, 2019, 4:02 AM IST

વિદ્યાનગરના શાસ્ત્રી મેદાનમાં ચારૂતર વિદ્યામંડળના કાર્યકાળના 75 વર્ષ પૂર્ણ કરવા નિમિત્તે પ્લેટીનમ જયુબીલી મહોત્સવની ઉજવણી કરવામા આવી. આ ભવ્ય કાર્યક્રમના ઉદ્વઘાટન પ્રસંગે ભારતના ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુ મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણી અને શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિહ ચુડસમા ઉપસ્થીત રહ્યા હતા.

ચારુતર વિદ્યામંડળને મળ્યો યુનિવર્સિટીને દરજ્જો, પ્લેટીનમ જ્યુબીલીની ઉજવણીમાં ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુની ઉપસ્થિતિ

વૈકેયા નાયડુના હસ્તે પદ્મવિભૂષણ ડૉ. અનિલ નાયકનું સન્માન કરાયુ હતું. આ પ્રસંગે ગુજરાત સરકાર દ્વારા ચારુતર વિદ્યામંડળને યુનિવર્સિટીનો દરજ્જો આપવામા આવ્યો હતો. આજ રોજ ઉપરાષ્ટ્રપતિના હસ્તે સીવીએમ યુનિવર્સિટીનુ નામ આપી ખુલ્લુ મુકવામા આવ્યુ હતું.

ચારુતર વિદ્યામંડળને મળ્યો યુનિવર્સિટીને દરજ્જો, પ્લેટીનમ જ્યુબીલીની ઉજવણીમાં ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુની ઉપસ્થિતિ

ચારુતર વિદ્યામંડળ પાસે હાલ 19 કોલેજો પોતાની છે અને અનેક શાળાઓ તેમજ 75 વર્ષ દરમ્યાન 10 લાખથી વધારે વિદ્યાર્થીઓને શિક્ષા આપી ઉચ્ચ કક્ષા સુધી પહોચાડવામા આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details