- આણંદના ઉમરેઠમાં બે દિવસ અગાવ બનેલા ચિલઝડપના બનાવનો ભાંડો ફૂટ્યો
- ફરિયાદી જ આરોપી નીકળતા ચકચાર
- ઉમરેઠ પોલીસે વડોદરાથી ઉમરેઠ સુધીમાં 40થી વધુ cctv કેમેરાની તપાસ કરી ભેદ ઉકેલ્યો
- આરોપીએ પાકીટ અને હેલ્મેટ બાળી મુક્યાની ચર્ચા
આણંદ: ઉમરેઠમાં બે દિવસ અગાઉ દિવસે ચીલ ઝડપની ઘટના બની હતી. જેમાં રાઈસ મિલ અને તબેલાના માલિકનું લાખો રૂપિયા ભરેલું પાકીટ કોઈ અજાણ્યો બાઇક ચાલક આંચકીને ભાગી ગયો હતો.
હેલ્મેટ પહેરેલું હોવાથી આરોપીની ઓળખ થઈ ન હતી
બાઇક સવારે હેલ્મેટ પહેરેલું હોવાથી આરોપીની ઓળખ ઉભી થઇ શકી નહોતી. ભોગ બનેલા રસેશ ઠક્કરે ઘટના અંગે ઉમરેઠ પોલીસને ફરીયાદ આપી હતી, જે અંગે આણંદ dysp બી. ડી. જાડેજાના માર્ગદર્શન હેઠળ ઉમરેઠ પોલીસ સાથે આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ, સ્પેશિયલ સર્ચ ગ્રુપ આણંદના પોલીસના જવાનોએ તાપસ હાથ ધરી હતી. તાપસના અંતે ફરિયાદી જ આરોપી સાબિત થયો હતો.
બાઇક સવાર પૈસા છીનવી ચિલ ઝડપથી ફરાર થઈ ગયો હતો
પ્રાપ્ત માહિતી મુજબ ઉમરેઠના બજાર વચ્ચે બે દિવસ પહેલા રાઈસ મિલ અને તબેલાના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી રાશેષ ઠક્કરનું એક લાખ ભરેલું પાકીટ જે વડોદરાથી તેઓ અંગત કામથી ઉમરેઠ SBI બેન્કમાં ભરવા માટે આવ્યા હતા. જ્યારે તેઓ તેમની i20 ગાડીમાંથી પાકીટ લઈને ઉતર્યા હતા. ત્યારે એક હેલ્મેટ પહેરેલા બાઇક સવાર તેમનું પૈસા છીનવી ચિલઝડપથી ફરાર થઈ ગયો હતો, અચક બનેલી ઘટના બાદ રશેષભાઈએ ગાડીથી બાઇકનો પીછો કર્યો હતો, પણ બાઇક સવાર ઝડપથી ફરાર થઈ ગયો હતો.