ગુજરાત

gujarat

ETV Bharat / state

ફીનાઇલ ફ્રોડ કેસમાં પોલીસ તપાસમાં સામે આવી ચોંકાવનારી વિગતો

આણંદ જિલ્લાના ઉમરેઠમાં નોંધવામાં આવેલી છેતરપીંડીની ફરિયાદ બાદ ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડી ઉમરેઠ પોલીસે મોટા સ્કેન્ડલ પરથી પડદો ઊંચક્યો છે. ગુરૂવારે ઉમરેઠ પોલીસને મળેલી છેતરપીંડીની ફરિયાદને આધારે એક વ્યક્તિની અટકાયત કરી કડકાઈથી પૂછપરછ કરતા મોટા રેકેટનો પર્દાફાશ થવા પામ્યો હતો. આ ગુના સંદર્ભે કડકાઈથી પૂછપરછ કરતા આરોપીએ 69 ગુનાની કબૂલાત કરી હતી.

ફીનાઇલ ફ્રોડ કેસ
ફીનાઇલ ફ્રોડ કેસ

By

Published : Jul 3, 2020, 9:49 PM IST

આણંદઃ ઉમરેઠમાં વિશાલકુમાર ગાંધીએ 4-11-2019ના રોજ છેતરપીંડી ફરિયાદ આપી હતી. આ ફરિયાદ મુજબ નાસિકવાળા હોલ પર એક ઇસમ આવ્યો હતો. આ ઈસમે પોતાની ફિનાઇલની કંપનીનું ઉદ્ઘાટન કરવાનું છે તેવું જણાવીને 1 ફિનાઇલનો કેરબો આપી મુરત કરવાના 5000 રૂપિયા લઈને બીજો ફિનાઇલના કેરબા પાછળના ટેમ્પામાં આવે છે, તેમ કહી ફરિયાદીને વિશ્વાસમાં લઇ છેતરપિંડી કર્યા અંગેની અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવી હતી.

ફીનાઇલ ફ્રોડ કેસમાં પોલીસ તપાસમાં સામે આવી ચોંકાવનારી વિગતો

સમર્થ પટેલ નામના સામે ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી કે, ગત તારીખ 9-6-2020ના રોજ ઉમરેઠ માર્કેટયાર્ડમાં પોતાની નોકરી પર હતા, તે દરમિયાન બે ઈસમો આવેલા અને તેમને ફિનાઇલ કંપનીનું ઉદ્ઘાટન કર્યું હોવાનું જણાવ્યું હતું. ફરિયાદીને વિશ્વાસમાં લઇ 20 લીટરનો કેરબો આપ્યો હતો. 12,001 રૂપિયા આપવાથી બીજો માલ ટેમ્પામાં આવી જશે. તેમ જણાવી ફરિયાદીને વિશ્વાસમાં લઇ છેતરપિંડી કરી હતી. જેની ઉમરેઠ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

છેતરપિંડી કર્યા અંગેની અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવી

પોલીસે બન્ને ગુનાઓની ફરિયાદના આધારે ટેકનિકલ સર્વેલન્સની મદદથી એક શખ્સની અટકાયત કરી તેની પૂછપરછ કરતા ધવલ સતિષભાઈ રાઠોડ બાપુનગર અમદાવાદનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. સદર વ્યક્તિની ગાડીમાં તપાસ કરતા અંદરથી 2 ફિનાઇલ ભરેલા કેરબા મળી આવ્યા હતા. પોલીસે આરોપીની અટકાયત કરી ઉપરોક્ત ગુના સંદર્ભે કડકાઈથી પૂછપરછ કરતા આરોપીએ અન્ય 69 ગુનાની કબૂલાત કરી હતી.

આરોપીના જણાવ્યા અનુસાર, તેનું નામ ધવલ સતિષભાઈ બારોટ અને તેનો કૌટુંબિક ભાઇ અંકિત ધીરજભાઈ બારોટ બન્ને અમદાવાદના રહેવાસી છે અને ભેગા મળી આ રીતે ફિનાઇલ કંપનીનું ઉદ્ઘાટન કરવાનું હોવાની ખોટી માહિતી આપી સામાજિક સંસ્થા, સ્કૂલો, હોસ્પિટલ, હોટલ તથા મોટી પેઢીનો સંપર્ક કરી તેના માલિકને વિશ્વાસમાં લઇ તેમની પાસેથી મુહૂર્તના નામે પૈસા પડાવી છેતરપિંડી કરતા હોવાની કબૂલાત કરી હતી.

હાલ ઉમરેઠ પોલીસે ધવલ બારોટની અટકાયત કરી અંકિત બારોટને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ-અલગ 69 ગુનામાં ધાર્મિક સંસ્થાઓ, મોટી હોટેલ, સમાજની વાડી વગેરે સંસ્થાઓનો સમાવેશ થાય છે. જેમાં ગાયત્રી વિદ્યાલય-જૂનાગઢ, સતકેવલ આશ્રમ-સારસા, ભવનાથ મંદિર ટ્રસ્ટ, લેઉવા પટેલ વાડી-દ્વારકા, અંકલેશ્વર, સુરત, માતર, સોજીત્રા, વાઘોડિયા, પંચમહાલ, હાલોલ, વડોદરા, અમદાવાદ, બરવાળા, ભાવનગર, આણંદ, દેત્રોજ, મહેસાણા, ઊંઝા, જેતપુર, રાજકોટ, ચોટીલા, ધારી, મોરબી, કોટડા, નડિયાદ, ખંભાળિયા, જામનગર, વડોદરા, દાહોદ, મધ્યપ્રદેશમાં ધાર, ઇન્દોર, ગીર સોમનાથ, ગાંધીધામ, ગોંડલ, જૂનાગઢ તળેટી, ચરાડા, દ્રોણ, વગેરે સ્થળો પર જુદા જુદા 69 ગુનાઓમાં લાખોની છેતરપીંડી કરી હોવાની કબૂલાત આરોપી દ્વારા કરવામાં આવી છે.

રાજ્ય અને રાજ્ય બહાર પણ અનેક લોકો ને ઠગનાર આ બારોટ બંધુ ની કડકાઈ થી પૂછપરછ કરવામાં આવશે તો હજી આ ફીનાઇલ ફ્રોડ ના ગુના નું લિસ્ટ હજુ લાબું થાય તેવી શક્યતાઓ રહેલી છે, ત્યારે અંકિત બારોટ ની અટકાયત બાદ વધુ ચોંકાવનારી હકીકત બહાર આવે તેમ છે.

ABOUT THE AUTHOR

...view details